Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જમ્મુ કાશ્મીર : બે વર્ષમાં ૩૬૦ આતંકવાદીઓ ઠાર

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળો દ્વારા હાથ ધરવામાં આવેલા બેક ટુ બેક ઓપરેશનના પરિણામ સ્વરુપે હાલત કફોડી બનેલી છે. આતંકવાદીઓ મોટી સંખ્યામાં આ ગાળા દરમિયાન માર્યા ગયા છે. બે વર્ષથી પણ ઓછા સમય ગાળાની અંદર ૩૬૦ ત્રાસવાદીઓનો ખાત્મો થયો છે. સીઆરપીએફના ડિરેક્ટર જનરલ રાજીવ રાય ભટનાગરે માહિતી આપતા કહ્યું છે કે, જમ્મુ કાશ્મીરમાં બે વર્ષમાં જ ૩૬૦થી વધુ ત્રાસવાદીઓનો ખાત્મો થયો છે. આતંકવાદીઓ હાલમાં તેમના અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે. એક મુલાકાતમાં તેમણે કહ્યું છે કે, સ્થાનિક યુવાનોની સંખ્યામાં ઉલ્લેખનીય વધારો થયો છે. ખીણમાં આતંકવાદી ગતિવિધિમાં યુવાનોની સંખ્યામાં ચોક્કસપણે વધારો થયો છે. સુરક્ષા દળો તમામ સંભવિત પગલાના ભાગરુપે યુવાઓને મનાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. હથિયારો ઉપાડવાથી તેમને રોકવા માટે તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. સીઆરપીએફના ડિરેક્ટર રાજીવ રાય ભટનાગરે કહ્યું છે કે, સુરક્ષા પડકારોને ધ્યાનમાં લઇને સીઆરપીએફ દ્વારા જમ્મુ કાશ્મીરમાં સક્રિય ત્રાસવાદીઓની સંખ્યા ચોક્કસપણે વધી રહી છે પરંતુ આ દિશામાં ત્રાસવાદીઓ ખુબ જ લડાયક મૂડમાં પણ દેખાઈ રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ અસ્તિત્વ માટેની લડાઈ લડી રહ્યા છે. ત્રાસવાદી સંગઠનોમાં સામેલ થવા માટે કટ્ટરપંથી સંગઠનો યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. બીજી બાજુ સુરક્ષા દળો અને ખાસ કરીને સેના દ્વારા હાથ ધરવામાં આવી રહેલા એક પછી એક પગલાના પરિણામ સ્વરુપે ત્રાસવાદીઓમાં ખળભળાટ મચી ગયો છે. જમ્મુ કાશ્મીરમાં બે વર્ષના ગાળામાં ૩૬૦થી વધુ આતંકવાદીઓનો ખાત્મો ખુબ મોટી સફળતા તરીકે છે. સીઆરપીએફના જવાનો કાશ્મીર ખીણમાં મોટી સંખ્યામાં તૈનાત કરાયા છે. ૬૦ હજારથી પણ વધુ જવાનો તૈનાત કરવામાં આવી ચુક્યા છે. આવનાર સમયમાં આતંકવાદીઓને સંપૂર્ણપણે ખતમ કરવામાં આવશે. આ વર્ષે ૧૪૨ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. ગયા વર્ષના આંકડાની વાત કરવામાં આવે તો ૨૨૦ ત્રાસવાદીઓના મોત થયા હતા. સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે જોરદાર અથડામણ હાલના દિવસોમાં થઇ છે. સુરક્ષા દળો અને અન્ય સંસ્થાઓ વચ્ચે સંકલન દિનપ્રતિદિન વધી રહ્યું છે. ડીજીના કહેવા મુજબ ત્રાસવાદી લીડરોનો ખાત્મો થયો છે. કેમ્પ ઉપર આત્મઘાતી હુમલા બંધ થઇ ચુક્યા છે. ટેંક ઉપર કરાયેલા હુમલાની દ્રષ્ટિએ ત્રાસવાદીઓને સફળતા મળી રહી નથી. જમ્મુ કાશ્મીર પોલીસની સાથે ખુબ જ નજીકના સંકલન સાથે કામ કરવામાં આવી રહ્યું છે. પુરતા સંશાધનો સાથે ત્રાસવાદીઓ સામે લડત ચલાવવામાં આવી રહી છે. સીઆરપીએફના વડાનું કહેવું છે કે, પથ્થરબાજોને પકડી પાડવા માટે પણ નવી રણનીતિ અપનાવવામાં આવી રહી છે. સુરક્ષા દળોના જવાનો પથ્થરબાજોની વચ્ચે મળીને વેશ બદલીને પથ્થરબાજોને પકડી પાડવા માટે જીવ જોખમમાં મુકી રહ્યા છે.

Related posts

सचिन पायलट की वापसी हुई, पायलट बोले सार्वजनिक तौर पर बोलते वक्त एक लक्ष्मण रेखा होनी चाहिए

editor

બાબરી ધ્વંસની વરસી શાંતિપૂર્ણરીતે પસાર થઇ

aapnugujarat

मसूद अजहर की मौत पर सस्पेंस खत्म, धमाके में एक भी खरोंच नहीं

aapnugujarat

Leave a Comment

UA-96247877-1