Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બાબરી ધ્વંસની વરસી શાંતિપૂર્ણરીતે પસાર થઇ

બાબરી મસ્જિદ ધ્વંસની આજે ૨૫મી વરસીના દિવસે મંદિર શહેર અયોધ્યા સહિત દેશમાં સઘન સુરક્ષા રાખવામાં આવી હતી. હાલમાં હુમલાની દહેશત વચ્ચે તમામ જગ્યાએ સાવચેતી રાખવામાં આવી હતી. મંદિર શહેર અયોધ્યામાં હજારો સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. પ્રતિબંધાત્મક આદેશો પણ જારી કરવામાં આવ્યા હતા. સ્થાનિક વહીવટીતંત્ર ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવી નાંખવામાં આવી હતી. અયોધ્યા અને ફેજાબાદ ખાતે ખાસ પગલા લેવામા ંઆવ્યા હતા. બાબરી મસ્જિદ ધ્વસની વરસી શાતિપૂર્ણરીતે પૂર્ણ થાય તે માટે તમામ જરૂરી પગલા લેવામાં આવ્યા હતા. અયોધ્યામાં ઉચ્ચ સ્તરીય સુરક્ષા મિટિંગ પણ ગઇકાલે જ યોજાઈ ગઈ હતી. ફૈઝાબાદ અને અયોધ્યામાં હાઈએલર્ટ પર સુરક્ષા દળોને રખાયા હતા. સરિયુ નદી ખાતે પીએસીનો કાફલો તેનાત કરવામાં આવ્યો હતો. બાબરી મસ્જિદ ધ્વંસને આજે ૨૫ વર્ષ થઈ ગયા છે પરંતુ ઘણા વિવાદો અને પ્રશ્નોનો ઉકેલ હજુ સુધી આવી શક્યો નથી. છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨ના દિવસે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ૧૬મી સદીની મસ્જિદને તોડી પાડવામાં આવી હતી ત્યારબાદ મસ્જિદ તોડી પાડવાના વિરોધમાં મુંબઈ અને અન્ય વિસ્તારોમાં વ્યાપક હિંસા ભડકી ઉઠી હતી અને આ હિંસાનો દોર ઘણા સમય સુધી ચાલ્યો હતો. બાબરી મસ્જિદને રામ જન્મ ભૂમિ તરીકે જાણીતી જમીન પર ફરી કબજો જમાવવાના પ્રયાસરૂપે હિન્દુ કાર સેવકો દ્વારા તોડી પાડવામાં આવી હતી.ધાર્મિક કાર્યક્રમ એકાએક હિંસામાં ફેરવાઈ જતા આ મસ્જિદને આ હિંસા વેળા તોડી પાડવામાં આવી હતી. બાબરી મસ્જિદ ધ્વંસના પરિણામે હિન્દુ અને મુસ્લિમ સમુદાયના વચ્ચે મહિનાઓ સુધી આંતરકોમવાદી હિંસાનો દોર ચાલ્યો હતો જેથી ૨૦૦૦થી વધુ લોકોના મોત થયા હતા. અયોધ્યા શહેરને હિન્દુ લોકો ભગવાન રામના જન્મ સ્થળ તરીકે ગણે છે અને તેને સૌથી પવિત્ર સ્થળ તરીકે ગણે છે. બાબરી મસ્જિદની વરસી પહેલા તેના સમગ્ર ઉત્તરપ્રદેશમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. બાબરી વરસી શાંતિપૂર્ણ રીતે પસાર થાય તે માટે તંત્ર સજ્જ હતું.

Related posts

શેરબજારમાં ૮ પરિબળોની સીધી અસર રહેવાના સંકેત

aapnugujarat

गांवों में हर घर तक पाइप लाइन से पानी पहुंचाएगी मोदी सरकार

aapnugujarat

Haryana court grants bail to Honeypreet

aapnugujarat

Leave a Comment

UA-96247877-1