Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

શેરબજારમાં ૮ પરિબળોની સીધી અસર રહેવાના સંકેત

શેરબજારમાં આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં આઠ પરિબળોની સીધી અસર જોવા મળી શકે છે. જે આઠ પરિબળોની અસર રહેનાર છે તેમાં વિદેશી પરિબળોનો પણ સમાવેશ થાય છે. જીડીપી ડેટા, કમાણીના આંકડા, એફએન્ડઓ પૂર્ણાહૂતિ, ડોલર સામે રૂપિયાની ચાલ, ઓટો શેરના આંકડા, માઇક્રો ડેટા જેવા પરિબળોની અસર બજાર ઉપર થનાર છે. આ ઉપરાંત અમેરિકી જોબ ડેટાના આંકડાની પણ અસર જોવા મળશે. જીડીપીના ડેટા જાન્યુઆરી અને માર્ચના ગાળા માટે ૩૧મી મેના દિવસે જારી કરવામાં આવનાર છે. ભારતનો જીડીપી દર ઇન્ડસ્ટ્રીયલ પ્રવૃત્તિમાં તેજીના લીધે ત્રીજા ત્રિમાસિક ગાળામાં ૭.૨ ટકા રહ્યો હતો. એનટીપીસી, એનએમડીસી, ઓઇલ ઇન્ડિયાના આંકડા માર્ચ ત્રિમાસિક ગાળાના આવતીકાલે જારી થશે. જ્યારે બીપીસીએલ, કોલ ઇન્ડિયાના આંકડા ૨૯મીએ જારી થશે. મે ૨૦૧૮ એફએન્ડઓ કોન્ટ્રાક્ટની અવધિ ગુરુવારે પૂર્ણ થશે. આ વર્ષે ડોલર સામે રૂપિયા છ ટકા સુધી ઘટી ગયો છે. અત્રે નોંધનીય છે કે, શેરબજારમા શુક્રવારે તેજી રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૨૬૨ પોઇન્ટ ઉછળીને ૩૪૯૨૫ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૯૧ પોઇન્ટ ઉછળીને ૧૦૬૦૫ની સપાટીએ રહ્યો હતો. શરૂઆતી કારોબારમાં મંદી રહ્યા બાદ અંતે રિકવરી રહી હતી અને તેજી જોવા મળી હતી. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં ે ટકાનો ઉછાળો નોંધાયો હતો. હિન્ડાલ્કો, સેઇલ, જેએસપીએલ, તાતા સ્ટીલમાં તેજી રહી હતી. આવી જ રીતે નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં એક ટકાનો ઉછાળો રહ્યો હતો. એક્સાઇડ ઇન્ડસ્ટ્રી અને તાતા મોટર્સના શેરમાં ઉછાળો રહ્યો હતો. દેશની સૌથી મોટી સોફ્ટવેર સર્વિસ નિકાસકાર કંપની ટીસીએસની માર્કેટ મૂડી સાત ટ્રિલિયન રૂપિયાના આંકડાને પાર કરી ગઈ હતી. આની સાથે જ તે પ્રથમ ભારતીય બની છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ત્રિશંકુ વિધાનસભા રચાયા બાદ અને ભાજપને સરકાર બનાવવામાં સફળતા ન મળતા તેની પણ અસર દેખાઈ રહી છે. આના પરિણામ સ્વરુપે આર્થિક સુધારાઓની ગતિમાં અસર થઇ શકે છે. એફએન્ડઓ પૂર્ણાહૂતિને લઇને પણ કારોબારીઓ નજર રાખી રહ્યા છે. બીજી બાજુ ઓટો કંપનીઓના શેર તેજીમાં રહી શકે છે. કારણ કે, પહેલી જૂનથી મે મહિના માટેના વેચાણના આંકડા જારી કરવામાં આવનાર છે. મારુતિ સુઝુકી, હુન્ડાઈ મોટર્સ, તાતા મોટર્સના વેચાણના આંકડા હાલમાં આશાસ્પદ રહી ચુક્યા છે. બીજી બાજુ નિફ્ટીની સપાટી કેટલી રહે છે તે પણ મહત્વપૂર્ણ રહેશે.

Related posts

જમ્મુ કાશ્મીરમાં સ્થાનિક લોકો આતંકવાદ તરફ વળી રહ્યા છે : રિપોર્ટ

aapnugujarat

પુલવામા અટેક બાદ લોકોમાં આક્રોશ : દેખાવનો દોર જારી

aapnugujarat

PM’s gifts to PM Benjamin Netanyahu

aapnugujarat

Leave a Comment

UA-96247877-1