Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોંઘવારી ભથ્થામાં બે ટકા વધારાને કેબિનેટની મંજુરી

કેન્દ્ર સરકારે તેના માટે કામ કરનાર લાખો કર્મચારીઓને મોટી ભેટ આપી દીધી છે. લાખો કર્મચારીઓને આજે મોટી રાહત આપીને સરકારે મોંઘવારી ભથ્થા અથવા તો ડીએમાં બે ટકાનો વધારો કરી દીધો હતો. આનાથી કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે. આજે યોજાયેલી કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ નિર્ણયથી ૫૦ લાખ કર્મચારીઓ અને ૬૦ લાખ પેન્શનરોને સીધો ફાયદો થશે. પહેલી જાન્યુઆરી ૨૦૧૮ થી આને અમલી ગણવામાં આવશે. મોંઘવારી ભથ્થા વધતી મોંઘવારીને અસરને ઓછી કરવાના હેતુસર કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે. હાલમાં મળનાર મોંઘવારી ભથ્થા મૂળભૂત પગારના પાંચ ટકા સુધી હોય છે.
કેન્દ્રિય બેઠકનું નેતૃત્વ વડાપ્રધાન મોદીએ કર્યું હતું. જેમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓના ડીએમાં વધારાને મંજુરી આપવામાં આવી હતી. સત્તાવાર સૂત્રોએ માહિતી આપતા કહ્યું છે કે આનાથી ૬૧.૧૭ લાખ પેન્શનરોને તથા ૪૮.૪૧ લાખ કેન્દ્રિય કર્મચારીઓને સીધો ફાયદો થશે. ડીએ અને ડીઆર બંનેના પરિણામ સ્વરૂપે તિજોરી ઉપર સંયુકત્‌ રીતે વાર્ષિક ૬૦૭૭.૭૨ કરોડ અને ૭૦૯૦.૬૮ કરોડનો બોજ પડશે. જાન્યુઆરી ૨૦૧૮ થી ફેબ્રુઆરી ૨૦૧૯ના વચ્ચેના ૧૪ મહિનાના ગાળા માટે આંકડો રહેશે. સ્વીકારવામાં આવેલી ફોર્મ્યુલા મુજબ આ વધારો કરાયો છે. જે સાતમાં પગાર પંચની ભલામણોના આધાર પર રહેશે. કેન્દ્રિય કર્મીઓમાં ખુશીનું મોજુ ફેલાયું છે.

Related posts

સંઘ આતંકવાદી સંગઠન છે અને અમિત શાહ એક ગુંડા : મમતા બેનર્જી

aapnugujarat

गेस्ट टीचरों को मिले 60 वर्ष तक रोजगार गारंटी : मनोज तिवारी

aapnugujarat

કોંગ્રેસ પર શરદ પવારનો કટાક્ષ

editor

Leave a Comment

UA-96247877-1