Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દેશના અનેક ભાગોમાં મૂર્તિ ખંડિત કરાતાં ભારે તંગદિલી

ત્રિપુરામાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત બાદ લેનીનની પ્રતિમા તોડી પાડવાથી શરૂ થયેલો મૂર્તિઓને તોડી પાડવાનો સીલસીલો યથાવત રીતે જારી રહ્યો છે. ત્રિપુરાથી શરૂ થયેલો આ સીલસીલો તમિલનાડુ અને કોલકાતા થઈને હવે ઉત્તરપ્રદેશ સુધી પહોંચી ગયો છે. ઉત્તરપ્રદેશના મેરઠમાં પણ ભીમરાવ આંબેડકરની પ્રતિમાને તોડવાનો મામલો સપાટી પર આવ્યો છે. ત્યારબાદ વિવાદ સપાટી પર આવ્યો છે અને તંગદિલી ફેલાઈ ગઈ છે. મેરઠના મદાના પોલીસ સ્ટેશનની હદમાં બીઆર આંબેડકરની એક પ્રતિમા આજે ક્ષતિગ્રસ્ત સ્થિતિમાં મળી હતી. એવો આક્ષેપ છે કે કેટલાક તોફાની તત્વોએ મંગળવારે મોડી રાત્રે આ પ્રતિમાને ખંડિત કરી હતી. સ્થળ ઉપર પહોંચેલી પોલીસ ટુકડીએ આરોપી શખ્સોને પકડી પાડવા માટે તપાસ હાથ ધરી છે. મૂર્તિ તૂટી ગઈ હોવાની માહિતી મળ્યા બાદ સ્થાનિક લોકોએ ટ્રાફિક રોકીને દેખાવો કર્યા હતા. વહીવટીતંત્રએ અહીં નવી મૂર્તિ સ્થાપિત કરવાની ખાતરી આપી હોવા છતાં લોકોમાં નારાજગી દેખાઈ રહી છે. હાલમાં નવી આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરી દેવામાં આવી છે. આ પહેલા તમિલનાડુમાં વેલ્લુરમાં પણ પેરીયારની મૂર્તિને ક્ષતિગ્રસ્ત કરવાનો મામલો મંગળવારે સાંજે સપાટીએ આવ્યો હતો. આજે કોલકાતામાં જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમાને ક્ષતિગ્રસ્ત કરવાનો મામલો સપાટી પર આવ્યો હતો. બીજી બાજુ મૂર્તિઓ અને પ્રતિમાઓને તોડી પાડવાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નારાજગી વ્યક્ત કરી છે અને આ સંદર્ભમાં ગંભીર નોંધ લેવા અને કડક કાર્યવાહી કરવા કેન્દ્રિય ગૃહ મંત્રાલયને આદેશ કર્યો છે. તમામ રાજ્યોને મૂર્તિઓને સુરક્ષા વધારવા માટે પણ સૂચના આપવામાં આવી છે. ઉપરાંત મૂર્તિઓને નુકસાન કરનાર લોકો સામે કઠોર કાર્યવાહી કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટનાઓથી નાખુશ મોદીએ કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથસિંહ સાથે વાત કરી છે. મંત્રાલયેરાજ્યોમાં મૂર્તિ તોડવા અને અન્ય કોઈપણ પ્રકારની હિંસક ઘટનાઓ પર રોક મુકવા માટે કઠોર પગલા લેવા માટે આદેશ જારી કર્યા છે. અત્રે નોંધનિય છે કે ત્રિપુરામાં ભાજપની ઐતિહાસિક જીત બાદ બેલોનીયા ટાઉનમાં કોલેજ સ્કવેર સ્થિત રશિયન ક્રાંતિના નાયક વ્લાદીમીર લેનીનની મૂર્તિ તોડી પાડવામાં આવી હતી. ત્યારબાદ મંગળવારે રાત્રે તમિલનાડુમાં પેરીયાર અને ત્યારબાદ કોલકાતામાં શ્યામપ્રસાદ મુખર્જીની મૂર્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે જોરદાર નારાજગી વ્યક્ત કરી છે. પેરીયારની મૂર્તિ પર હુમલો કરવામાં આવ્યા બાદ તમિલનાડુમાં ભાજપની ઓફિસ પર પેટ્રોલ બોમ્બ ઝીંકવામાં આવ્યો હતો. ત્રિપુરા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત બાદ હિંસાની છૂટી છવાઈ ઘટનાઓ બની રહી છે. સીસીટીવી ફુટેજને લઈને તપાસ હાથ ધરાઈ છે. રાજ્યના મંદિરોમાં પેરીયારની મૂર્તિને તોડવામાં આવ્યા બાદ ભાજપની ઓફિસ પર પેટ્રોલ બોમ્બ ઝીંકવામાં આવ્યા બાદ ઉંડી તપાસ ચાલી રહી છે. તમિલનાડુમાં ઈવી રામાસ્વામી અથવા તો પેરીયારે આંદોલન ચલાવ્યું હતું.

Related posts

EC ने पीएम मोदी को लेकर असहमति वाले नोट साझा करने से किया इनकार

aapnugujarat

કલમ ૩૫એ ગઠબંધનના એજન્ડા તરીકે : મહેબુબા

aapnugujarat

યુપીને મેડિકલ ટ્યુરિઝમ હબ બનાવની જાહેરાત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1