Aapnu Gujarat
ગુજરાત

રાજ્યસભા ચૂંટણી : ભાજપે આઠ ઉમેદવાર જાહેર કરી દીધા

દેશના ૧૬ રાજ્યોમાં ૫૮ રાજ્યસભાની સીટો માટે ચૂંટણીની તારીખ જાહેર થવાની સાથે જ રાજકીય ગરમી વધી ગઈ છે. ૨૩મી માર્ચના દિવસે યોજાનારી રાજ્યસભા ચૂંટણી માટે તમામ પાર્ટીઓએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉમેદવારોની ઘોષણા પણ થઈ રહી છે. ભાજપે આઠ રાજ્યો માટે પોતાના રાજ્યસભા ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ઉત્તરપ્રદેશમાંથી કેન્દ્રિય નાણામંત્રી અરૂણ જેટલી ચૂંટણી લડનાર છે. ભાજપ તરફથી જારી કરવામાં આવેલી ઉમેદવારોની યાદીમાં ઉત્તરપ્રદેશમાંથી અરૂણ જેટલી ઉપરાંત મધ્યપ્રદેશમાંથી કેન્દ્રિય મંત્રી થાવરચંદ ગહેલોત, ધર્મેન્દ્ર પ્રધાન જ્યારે ગુજરાતમાંથી કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા અને પુરૂષોત્તમ રુપાલા રાજ્યસભામાં જશે. આ ઉપરાંત હિમાચલપ્રદેશમાંથી કેન્દ્રિય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા અને બિહારમાંથી કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદ રાજ્યસભામાં જશે. રાજસ્થાનમાંથી ભૂપેન્દ્ર યાદવ રાજ્યસભામાં જશે. ૧૬ રાજ્યોની ૫૮ રાજ્યસભા સીટો માટે ૨૩મી માર્ચે મતદાન થશે. ઉમેદવારી દાખલ કરવાની અંતિમ તારીખ ૧૨મી માર્ચ છે. ઉત્તરપ્રદેશમાંથી રાજ્યસભાનીા ૧૦ સીટો છે.

Related posts

વડોદરામાં બોગસ આધાર કાર્ડ સહિતના દસ્તાવેજો બનાવનાર ઝડપાયો

aapnugujarat

અમદાવાદમાં વવાતા રોપા-છોડ પૈકી ૪૦ ટકા બચે છે

aapnugujarat

સ્ટેમ્પ ડ્યુટી ઓનલાઈન ભરી શકે તે માટે ઇ-પેમેન્ટ વ્યવસ્થા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1