Aapnu Gujarat
ગુજરાત

સ્ટેમ્પ ડ્યુટી ઓનલાઈન ભરી શકે તે માટે ઇ-પેમેન્ટ વ્યવસ્થા

મહેસુલમંત્રી કૌશિક પટેલે જણાવ્યું છે કે, રાજ્ય સરકારે ડિજિટલ ગુજરાત નિર્માણ ક્ષેત્રે વધુ એક નક્કર કદમ ભરીને નાગરિકો ઘરે બેઠા, દસ્તાવેજ માટે થતી સ્ટેમ્પ ડ્યુટી ઓનલાઈન ભરી શકે તે માટે ઇ-પેમેન્ટ વ્યવસ્થા ઉભી કરી છે. રાજ્યમાં હાલ નાગરિકો દ્વારા દસ્તાવેજી સ્ટેમ્પ પેપર, ફ્રેન્કિંગ મશીન તથા ઇ-સ્ટેમ્પિંગ સર્ટિફિકેટ જેવી જુદી જુદી પદ્ધતિઓથી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવામાં આવે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વવાળી રાજ્ય સરકાર દ્વારા વધુને વધુ મહેસુલી સેવાઓ મેળવવામાં નાગરિકોને સરળતા રહે, સમયનો વ્યય ન થાય અને પ્રક્રિયા ઓનલાઈન થાય તેવી સુદ્રઢ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે જેના ભાગરુપે તબક્કાવાર મહેસુલી સેવાઓ ઓનલાઈન અને ડિજિટલ કરવાની કામગીરી ઝડપથી અમલી બની રહી છે. આવી જ એક પ્રક્રિયાના ભાગરુપે રાજ્ય સરકાર દ્વારા સ્ટેમ્પ ડ્યુટી ઓનલાઈન ભરી શકાય તે માટે એપ્લિકેશન તૈયાર કરવામાં આવેલ છે. આ એપ્લિકેશન નાગરિકો પોતાના ઘરે બેઠા, જોઈએ તેટલી રકમની સ્ટેમ્પ ડ્યુટી નોંધણી થતાં દસ્તાવેજ માટે ભરી શકશે. મહેસુલમંત્રી પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, આ પદ્ધતિ અમલમાં આવતા નોંધણી કચેરીમાં દસ્તાવેજ નોંધાવતા પહેલા ખરીદવાના થતાં સ્ટેમ્પ પેપર કે ફ્રેન્કિંગ કે ઇસ્ટેમ્પિંગ માટે જે તે સ્થળ પર ગયા સિવાય લોકો ઘેર બેસીને જ ઓનલાઈન પદ્ધતિથી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરી શકશે. જેને કારણે સ્ટેમ્પની કૃત્રિમ અછત નિવારી શકાશે તેમજ જુદી જુદી જગ્યાએ જવામાં રાહત મળશે અને બિનજરૂરી વિલંબ નિવારી શકાશે. ઇ-પેમેન્ટ સિસ્ટમ અમલમાં આવતા નાગરિકોના નાણા અને સમયનો બચાવ થશે તથા ઓનલાઈન પેમેન્ટ થવાથી સાયબર ટ્રેઝરી મારફત તે જ સમયે સરકારમાં રકમ જમા થશે. તેમણે ઉમેર્યું હતું કે, આ પદ્ધતિમાં જરૂરી વિગતો સાથે ઓનલાઈન પેમેન્ટ કરવાથી મળતી પહોંચની સબ રજિસ્ટ્રાર દ્વારા ચકાસણી કરી તેના ઉપયોગ બાદ લોક-ઇન કરવાથી રાજ્ય સરકાર અને નાગરિકોના નાણાંકીય હિતની સલામતી અને સુરક્ષા જળવાશે તેમજ ઓનલાઈન રેકોર્ડ હોવાથી ગમે ત્યારે આ વસ્તુની ખરાઈ જાણી શકાશે.

Related posts

સીએમ રૂપાણી થયા કોરોના પોઝીટીવ

editor

केंद्र तय करेगा कि गुजरात के किस शहर में एम्स खुले : नितिन पटेल

aapnugujarat

વાંસદામાં બાળકને સાપે ડંખ મારતા ૧૦૮ની ટીમે મદદ કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1