Aapnu Gujarat
ગુજરાત

વાંસદામાં બાળકને સાપે ડંખ મારતા ૧૦૮ની ટીમે મદદ કરી

વાંસદાના નિરપણ ગામે ૭ વર્ષીય બાળક પ્રિતેશ છનિયાભાઈ થોરાટને આંગણામાં રમતી વેળા ઝેરી સાપે ડંખ માર્યાની જાણ પરિવારને થઈ હતી. પરિવારે ૧૦૮નો સંપર્ક કરતા તુરંત ૧૦૮ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ૧૦૮માં પ્રિતેશને સારવાર માટે હોસ્પિટલ લઈ જતા ૧૦ કિલોમીટર પહેલા પ્રિતેશનુ બોલવાનું બંધ થઈ ગયું હતું. હોસ્પિટલમાં ડો. લોચન શાસ્ત્રીએ તપાસ કરતા પ્રિતેશનું હૃદય ધીમી ગતિએ ધબકતું હતું. ઇમરજન્સી કૃત્રિમ શ્વાસોશ્વાસ આપી જરૂરી સારવાર આપી સર્પદંશ વિરોધી રસીના ૧૦ જેટલા ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. પ્રિતેશને ૧૪ કલાક વેન્ટીલેટર સપોર્ટ અને આઈસીયુમાં સારવાર આપ્યા બાદ તે ભાનમાં આવતાં પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો. હાલ બાળક ભયમુક્ત છે અને ભાનમાં છે. આમ ૧૦૮એ સમયસૂચકતાથી ઝડપથી દર્દીને ટ્રાન્સફર કરતાં બાળકનો જીવ બચી ગયો છે. ડો. લોચન શાસ્ત્રીના જણાવ્યા મુજબ પ્રિતેશને પાંચ મિનિટ પણ લેટ લાવવામાં આવ્યો હોત તો તેનો જીવ બચાવી શક્યા ન હોત. સમગ્ર હોસ્પિટલના સ્ટાફ તેમજ પરિવારજનો ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમનો આભાર માન્યો હતો. અંતરિયાળ વિસ્તારમાં ૧૦૮ની સેવા વધુ એક વખત જીવાદોરી સમાન બની હોવાનું ફલિત થયું છે. મોતના મુખમાંથી બાળકને બચાવવા ૩૫ કિલોમીટર સુધી ૧૦૮ની ટીમે ઝડપથી હોસ્પિટલ સુધી પહોંચવા પ્રયાસ કર્યો હતો અને આખરે તેમની મહેનત રંગ લાવી હતી. બાળકને તાત્કાલિક સારવાર મળતા તેનો જીવ બવ્યો હતો. બાળકના પરિવાર મા ૧૦૮ની ટીમ દેવદૂત બનીને આવી હોય તેવી લાગણી ઉદભવી હતી.વાંસદા તાલુકાથી ૩૫ કિલોમીટર દૂર આવેલા અંતરિયાળ વિસ્તાર નિરપણ ગામના ૭ વર્ષીય બાળક પ્રિતેશ છનિયાભાઇ થોરાટ ઘરના આંગણામાં રમતો હતો. દરમિયાન તેને પગમાં કંઈક કરડી ગયું હતું. એજ દરમિયાન ઘરના આંગણામાં ફરતા બે મરઘા મૃત હાલતમાં મળી આવ્યા હતા. ઘરના સભ્યો શોધખોળ કરતા ઝેરી નાગ મળી આવ્યો હતો. પ્રિતેશને ઝેરી સાપે ડંખ માર્યાની જાણ પરિવારને થતા તાત્કાલિક ૧૦૮નો સંપર્ક કર્યો હતો. તાત્કાલિક ૧૦૮ ઘટનાસ્થળે પહોંચી પ્રિતેશને વાંસદાના રાણી ફળિયા શ્રી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં પ્રિતેશને તાત્કાલિક સારવાર મળતા જીવ બચી ગયો હતો.

Related posts

कांग्रेस सरकार नहीं बनती तब तक नहीं पहनूंगा माला : धनानी

aapnugujarat

લાંચ લેવાનાં કિસ્સામાં રાજ્યનું હોમ ડિપાર્ટમેન્ટ સૌથી વધુ ભ્રષ્ટ

aapnugujarat

नेट बैंकिंग का पासवर्ड बदलकर चोरों ने ५२.७५ लाख ट्रांसफर किया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1