Aapnu Gujarat
ગુજરાત

લાંચ લેવાનાં કિસ્સામાં રાજ્યનું હોમ ડિપાર્ટમેન્ટ સૌથી વધુ ભ્રષ્ટ

સરકારી ખાતાઓમાં કામ કરતા નાના અધિકારીથી લઇ ક્લાસ-૩ અધિકારીઓનાં લાંચ લેતા કિસ્સા હવે સામાન્ય બની રહ્યાં છે. આંકડાઓ અનુસાર લાંચ લેવાનાં કિસ્સામાં રાજ્યનું હોમ ડિપાર્ટમેન્ટ સૌથી વધુ ભ્રષ્ટ છે. રાજયનાં હોમ ડિપાર્ટમેન્ટમાં એક વર્ષમાં ૪૮ અધિકારીઓ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. જેમાં હોમ ડિપાર્ટમેન્ટનાં ૪૮ અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા હતાં. ત્યાં જ રેવન્યુ ડિપાટમેન્ટના ૨૦ અને પંચાયતના ૧૯ અધિકારીઓ ઝડપાયા હતાં. સાથે જ રૂરલ અને અર્બન ડેવલોપમેન્ટનાં પણ ૧૦ કેસ નોંધાયા છે.એસીબી દ્વારા વર્ષ ૨૦૧૭માં ૧૪૮ કેસોમાં ૨૧૫ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમા લાંચની કુલ ૭૧ લાખ જેટલી માતબર રકમને એસીબીએ પોતાના કબ્જામાં લીધી છે. એસીબીની રેડમાં સૌથી વધુ ક્લાસ-૩ના ૧૨૯ અધિકારો ઝડપાયા હતાં. તમને જણાવી દઇએ કે, એસીબીની ટીમે વર્ષ ૨૦૧૭માં ૨૧૫ પૈકી ૧૩ ક્લાસ એક, ૨૪ ક્લાસ-૨, ૧૨૯ ક્લાસ-૩ જ્યારે ત્રણ ક્લાસ-૪ના કર્મચારીઓને લાંચ લેતા ઝડપી પાડ્યા હતાં. એસીબીની આ ઝુંબેશમાં રાજ્યના ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં કુલ ચાર કેસમાં ૯.૫૫ લાખ રૂપિયા રિકવર કરવામાં આવ્યા હતાં, જ્યારે કેન્દ્રીય ખાતાના સાત કેસમાં ૯.૪૩ લાખ રૂપિયા રિકવર થયાં હતાં.ત્યાં જ રાજ્યના સાત ખાતા એવા પણ છે જેમના પર લાંચનો એક પણ કેસ દાખલ થયો નથી. આ ડિપાર્ટમેન્ટમાં વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલોપમેન્ટ, જનરલ એડમિનીસ્ટ્રેશન, ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડાકાસ્ટીગ, સ્ટોટ્‌ર્સ, યુથ એન્ડ કલ્ચરલ એક્ટીવીટી, ક્લાઇમેટચેન્જ – સાયન્સ એન્ડ ટેકનોલોજી અને પાર્લામેન્ટ્રી એન્ડ લેજીસ્લેટિવના નામ સામેલ છે.

Related posts

સીએમ રૂપાણીએ પત્ની સાથે અંબાજીમાં નમાવ્યું શીશ

editor

રૂપાણી તમારી સરકાર ખોટ કરે છે તો પગાર પંચનો ફાયદો કેમઃ શક્તિસિંહ

aapnugujarat

ભાવનગરમા બ્રહ્મસમાજે કલેકટરને પાઠવ્યું આવેદન

editor

Leave a Comment

UA-96247877-1