Aapnu Gujarat
ગુજરાત

આર્મ્સ એક્ટના ગુનામાં સંડોવાયેલ ઝુબેર ઘડિયાળીનાં ઘરથી મળ્યાં હથિયારો

પ્રોહિબિશન અને આર્મ્સ એક્ટના ગુનામાં સંડોવાયેલ અને પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ કુખ્યાત આરોપીની ભરૂચનાં આર.આર. સેલે ધરપકડ કરી છે. ભરૂચ જિલ્લાના હાંસોટના ઝુબેર ઘડિયાળીને આર.આર. સેલના સૂત્રોએ ઝડપી પાડ્યો હતો. આર.આર સેલે તેના ઘરની તલાશી દરમિયાન આરોપીનાં ઘરમાંથી હથિયારો પણ મળી આવ્યા હતા.
તમને જણાવી દઇએ કે, ભરૂચ જિલ્લાના હાંસોટ ખાતે રહેતો અને અનેક પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપી ઝુબેર ઘડિયાળી ગત જૂન ૨૦૧૬ માં અંકલેશ્વર નજીકથી પોલીસ જાપ્તામાંથી ફરાર થઇ ગયો હતો. જેની ધરપકડ માટે પોલીસે ખુબ મહનેત કરવી પડી હતી. દરમિયાન આર.આર. સેલના સૂત્રોને માહિતી મળી હતી તેના આધારે પોલીસે હાંસોટ ખાતે રેડ કરી હતી જેમાં ઝુબેર ઘડિયાળી ઝડપાઇ ગયો હતો.જો કે આરોપીને બચાવવા માટે તેના મળતિયાઓએ પોલીસ પર હુમલો પણ કર્યો હતો. જેમના વિરુદ્ધમાં પોલીસે ગુનો નોંધ્યો છે. ઉપરાંત આજરોજ ઝુબેરના ઘરની તલાશી લેતા તેના ઘરેથી ૧ દેશી કટ્ટો, યુ.એસ.બનાવટની એક પિસ્તોલ, તથા અન્ય એક પિસ્તોલ પણ મળી આવી હતી. પોલીસે ઝુબેરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

દિયોદરના નવા ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

aapnugujarat

હિંમતનગરની મમતા વિકલાંગ સ્કૂલમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ

aapnugujarat

પાર્કિંગ પ્રશ્ને પોલીસ અને નાગરિકો વચ્ચે મારામારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1