Aapnu Gujarat
Uncategorized

રાજકોટ : દીકરાએ માતાને ચોથા માળેથી ફેંકી કરી હતી હત્યા

રાજકોટના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર રહેતાં ૬૪ વર્ષિય વૃદ્ધાએ સપ્ટેમ્બર ૨૦૧૭માં ચોથા માળેથી જંપલાવી આત્મહત્યા કર્યાનું બહાર આવ્યું હતું. પરંતુ એક નનામી અરજી અને પોલીસની સીસીટીવીને લઇને ઝીણવટભરી તપાસમાં સમગ્ર બનાવમાં નવો વળાંક આવ્યો. આ આપઘાત નહીં હત્યા હતી અને હત્યારો બીજો કોઇ નહીં જનેતાનો ખોળાનો ખૂંદનાર જ હતો.
માતાની હત્યા કેવી રીતે કરવામાં આવી તેનો પળેપળનો ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ થયો છે.સવારે ૮.૨૭ કલાકે પ્રોફેસર સંદિપ તેના માતા જયશ્રીબેનને ફલેટમાંથી પોતાની બાથમાં લઇને ટેકો આપતો લિફટમાં લઇ જતો દેખાયો હતો.૮.૩૦ કલાકે માતાને ટેકો આપી લિફટમાંથી ચોથા માળની અગાસી પર લઇ જતો દેખાયેલ. માતા ચાલી પણ શકતા ન હોઇ તે ધીમે ધીમે લઇ જતો અને પોતે ઉઘાડા પગે હોવાનું પણ દેખાયો હતો.સવારે ૮.૩૯ કલાકે તે એકલો નીચે આવ્યો હતો અને ચોથા માળની ડોરબેલ વગાડી ત્યાં રહેતાં મહિલા પાસેથી માતાને બેસાડવા ખુરશી માંગી હતી. ત્યાર પછી એ મહિલા અને એક પુરૂષ ખુરશી લઇ અગાસીએ ગયા હતાં.
૮.૪૫ કલાકે આ બંને નીચે આવી ગયા હતાં. બાદમાં સંદિપ અને તેના માતા જયશ્રીબેન એકલા અગાસીએ હતાં.
૮.૫૭ કલાકે સંદિપ અગાસીએથી એકલો નીચે ઉતરતો દેખાયો હતો. તે વખતે તેણે માતાના ચપ્પલ પહેર્યા હતાં.ત્રીજા માળના સીસીટીવીમાં સંદિપ ૮.૫૭ કલાકે પોતાના ફલેટમાં જતો દેખાયો હતો ત્રીજા માળના સીસીટીવીમાં સંદિપ ૮.૫૭ કલાકે પોતાના ફલેટમાં જતો દેખાયો હતો.સંદિપ ૮.૪૫થી ૮.૫૭ સુધી માતા સાથે જ હતો. માતા નીચે પડ્યા ત્યારે પણ તે ઉપર જ હોવાનું ફલીત થયું હતું.૮.૫૭ કલાકે સંદિપ અગાસીએથી એકલો નીચે ઉતરતો દેખાયો હતો. તે વખતે તેણે માતાના ચપ્પલ પહેર્યા હતાં.જયશ્રીબેનનું બ્રેઇન હેમરેજનું ઓપરેશન થયું હોઇ તા. ૪ સપ્ટેમ્બરથી અગિયાર દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા હતાં. તે ચાલી પણ શકે તેમ નહોતાં, ખુબ અસ્વસ્થ હતાં તો અઢી ફુટની અગાસીની પાળી કઇ રીતે ઠેંકી શકે કે કઇ રીતે જાતે નીચે ઝંપલાવી શકે? સીસીટીવીના મુદ્દાઓ અને જુદા-જુદા સવાલો સંદિપ સામે આવતાં અંતે તે પોલીસ સમક્ષ ભાંગી પડ્યો હતો. પોલીસની આકરી પૂછપરછમાં તેણે ગુનો કબૂલી લીધો હતો.

Related posts

મિલાન યુદ્ધ અભ્યાસમાં સામેલ થવા માલદીવનો નનૈયો, ચીનના પ્રભાવની અસર

aapnugujarat

દક્ષિણ ગુજરાતમાં પાણીનું સંકટ ઘેરૂ બન્યું, તમામ નદીઓ સુકી ભઠ્ઠ થતા લોકોને હાલાકી

aapnugujarat

અમદાવાદથી લખનઉં જતા વિમાનનું નાગપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, 54 લોકો સવાર હતા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1