Aapnu Gujarat
Uncategorized

મિલાન યુદ્ધ અભ્યાસમાં સામેલ થવા માલદીવનો નનૈયો, ચીનના પ્રભાવની અસર

ભારતીય નૌસેનાના પ્રમુખ એડિમિરલ સુનીલ લાંબાએ દિલ્હીમાં કહ્યું કે માલદીવને મિલાન યુદ્ધ અભ્યાસમાં સામિલ થવા નિમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ માલદીવે ભારતના નિમંત્રણનો અસ્વિકાર કર્યો. આ યુદ્ધ અભ્યાસ ૬ માર્ચથી ૧૩ માર્ચ સુધી થવાનો છે. જેને સૌથી મોટો યુદ્ધ અભ્યાસ ગણવામાં આવી રહ્યો છે. એડિમિરલ લાંબાએ વધુમાં કહ્યું કે હિંદ મહાસાગરમાં ચીનની તમામ ગતિવિધિઓ ઉપર ભારત બાજ નજર રાખી રહ્યું છે. હિંદ મહાસાગરની રક્ષા માટે ભારતીય નૌસેનાના ૮ થી ૧૦ જહાજ તૈનાત છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચીન માલદીવમાં મોટુ વૈધશાળા સ્ટેશનનું નિર્માણ કરવાની કોશિશ કરી રહ્યું છે. ચીન આ સ્ટેશનની સ્થાપના કરવામાં સફળ થશે તો ભારતની મુશ્કેલી વધી શકે છે. માલદીવના વિપક્ષના નેતાનો દાવો છે કે ચીન માલદીવમાં સબમરીની સ્ટેશન પણ બનાવી શકે છે. માલદીવમા ચીન મકુનૂથૂમાં વેધશાળા બનાવવાની કોશિશ કરી કહ્યું છે. તે મકુનૂથૂ ભારતથી વધારે દૂર નથી. ચીન માલદીવમાં વેધશાળા સ્થાપિત કરશે તો ચીનને હિંદ મહાસાગરમાં મહત્વનો અડ્ડો પ્રાપ્ત થશે. જેથી ચીન હિંદ મહાસાગરમાં વ્યાપાર અને સૈન્ય તાકાતને વધારે મજબૂતાઈથી આગળ વધારાની તમામ કોશિશ કરશે.

Related posts

છોટાઉદેપુર જિલ્લાના માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો નો પગાર ન થતાં હોળી ધુળેટી બગડી..

aapnugujarat

દીવમાં જલારામ મંદિર ખાતે ૨૮ માં પાટોત્સવનું કરવામાં આવ્યુ આયોજન

editor

ઓર્થોપેડીક્સમાં પડકારોનો સફળતાથી સ્વીકાર..!

editor

Leave a Comment

UA-96247877-1