Aapnu Gujarat
Uncategorized

છોટાઉદેપુર જિલ્લાના માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો નો પગાર ન થતાં હોળી ધુળેટી બગડી..

છોટાઉદેપુર જિલ્લાના માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક કર્મચારીઓનો પગાર હોળી-ધૂળેટીના પર્વ પહેલા ન થતા આર્થિક સંકળામણ સાથે તહેવાર ઉજવવાની કર્મચારીઓને ફરજ પડી હતી.
હોળી ધૂળેટીના તહેવારો નું આદિવાસી વિસ્તારમાં એક આગવું અનેરૂ મહત્વ હોય ત્યાં સુધી કે છોટાઉદેપુર જિલ્લાના ચાર તાલુકા એવા પાવીજેતપુર કવાંટ છોટાઉદેપુર નસવાડી ની અંદર પ્રાથમિક શાળાઓમાં આ હોળીના તહેવારના સમયે અઠવાડિયાની રજાઓ જાહેર કરી દેવામાં આવે છે. હોળીના સમયે આ તાલુકાઓમાં પ્રાથમિક શાળાઓમાં મિની-વેકેશન જેવી પરિસ્થિતિ થઈ જાય છે.
આમ હોળી ધૂળેટીના તહેવાર નું છોટાઉદેપુર જિલ્લામાં ઘણું મહત્વ હોય ત્યારે માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગના કર્મચારીઓનો પગાર તંત્ર દ્વારા ન કરી છોટાઉદેપુર જિલ્લાના કર્મચારીઓના હોળી-ધુળેટીના તહેવારને બગાડવામાં આવ્યો છે. સામાન્ય રીતે ૧ થી ૫ તારીખ માં પગાર થઈ જતો હતો જે ૧૧ તારીખ સુધી પગાર થયો નથી તહેવારના સમયે ખરેખર તો એડવાન્સ કરવો જોઈએ તેના સ્થાને સમયસર પગાર ન કરી તંત્ર દ્વારા કર્મચારીઓને આર્થિક સંકળામણ માં મૂકી દીધા છે. હોળીના તહેવારને અનુલક્ષીને ખરીદી કરવાની હોય તો પગાર જ ન થાય તો ખરીદી ક્યાંથી કરવી એ એક યક્ષપ્રશ્ન થઈ ગયો હતો . કર્મચારીઓને દેવા કરીને પણ તહેવાર મનાવવાની ફરજ પડી હતી.
સામાન્ય રીતે કર્મચારીઓના હોમ લોન ,કાર લોન ,પર્સનલ લોન ચાલતી હોય જેના હપ્તા ૧ થી ૧૦ તારીખ માં કપાતા હોય, પરંતુ ૧૦ તારીખ પછી પગાર થતો હોવાથી દર મહિને દંડનીય વ્યાજ ભરવું જ પડે છે. આ માટે જવાબદાર કોણ..? આ પ્રશ્ન શિક્ષણ આલમમાં ચર્ચાઈ રહ્યો છે.
છેલ્લા કેટલાય સમયથી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગના કર્મચારીઓનો પગાર એક થી પાંચ તારીખ માં ન થતા ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે જે અંગે પગાર નું ટેબલ બદલી કાઢવામાં આવ્યું છે એવું જાણવા મળેલ છે. તો હવે થી રેગ્યુલર પગાર થાય તેવું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવે તેવી શિક્ષણ આલમમાં ઉગ્ર માંગ ઉઠી છે.તેમજ જે સંબંધિત કર્મચારીના કારણે પગાર રેગ્યુલર થતો નથી એવા કર્મચારી ઉપર કડક પગલાં ભરવા જોઈએ તેમ શિક્ષકો ઇચ્છી રહ્યા છે.

Related posts

ધોરાજી ભાદર ડેમ- ૨ના ૩ દરવાજા ખોલાયા

editor

ઘોઘા-દહેજ રો-રો ફેરીની સર્વિસને લંબાવવા તૈયારી

aapnugujarat

मोहम्मद आमिर ने छोड़ा क्रिकेट

editor

Leave a Comment

UA-96247877-1