Aapnu Gujarat
Uncategorized

ધોરાજી ભાદર ડેમ- ૨ના ૩ દરવાજા ખોલાયા

ધોરાજી ભાદર ડેમ – ૨ના ૩ દરવાજા ચાર ફુટ સુધી ખોલવામાં આવ્યાં છે.૧૬૪૯૮ ક્યુસેક પાણી છોડવામાં આવનાર છે. તંત્ર દ્વારા ધોરાજી, ઉપલેટા, કુતિયાણા, માણાવદર, રાણાવાવ અને પોરબંદર તાલુકાના ભાદર નદી કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યાં છે. ભાદર કાઠાના ૧૦૦ જેટલા ગામડાઓનાં ખેડૂતોને જમીનમાં પિયત માટે સિંચાઈનો લાભ થશે જેથી ખેડૂતોમાં હર્ષની લાગણી છવાઈ ગઈ છે. ચાર ફૂટ ખોલવામાં આવ્યા““કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા એ રજૂઆત કરી રૂપિયા ચાર લાખ કરતા પણ વધારે રકમ સિંચાઇની ખેડૂતો માટે પોતે ભરવાથી આ પાણી છોડવામાં આવ્યું હોવાનું સિંચાઈ અધિકારી દ્વારા જાણવા મળ્યું છે. ધોરાજી ભાદર-૨ સિંચાઇના સેકશન ઓફિસર એમ.પી. બુટાણી તથા નાયબ કાર્યપાલક ઇજનેર ડી.એન.જાદવે જણાવ્યું છે કે, આ પાણી છોડાવવા માટે કુતિયાણાથી સુરેશભાઈ કડછા અને વજસીભાઈ ઓડેદરા આવી પહોંચ્યા હતાં.


(તસવીર / વિડિયો / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

ધોરાજીમાં કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ

editor

રાજકોટમાં લાંચ લેતા ૨ જીએસટી અધિકારી પકડાયા

editor

હજુ એક અઠવાડિયું કોરોના કેસ વધશે, તે પછી ઘટવા માંડશે : મુખ્યમંત્રી

editor

Leave a Comment

UA-96247877-1