Aapnu Gujarat
Uncategorized

ધોરાજીમાં કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ

ખેડુતોને દિવસે વીજળીની યોજના એવી કિસાન સૂર્યોદય યોજના નો આજે ધોરાજી ખાતે શુભારંભ કરવામાં આવ્યો છે. ધોરાજી ખાતે પોરબંદરના સાંસદ રમેશ ધડુક અને મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ભૂતપૂર્વ ચેરમેન ધનસુખ ભંડેરીએ કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. આ તકે રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ સહિત અનેક રાજકીય નેતા અને પીજીવીસીએલના અધિકારીઓ હાજર રહ્યાં હતાં. યોજના ૩૬૦૦ કરોડ રૂપિયાની યોજના છે અને ગુજરાતમાં ૩૫૦૦ કિલોમીટર લાંબી વીજ લાઈન ગોઠવવામાં આવશે અને જે મુજબ ગુજરાતના અનેક ગામડાઓના ખેડૂતોને સવારે ૫ થી રાત્રે ૯ વાગ્યા સુધી વીજળી આપવામાં આવશે. દિવસે વીજળી મળતા ખેડૂતોને હવેથી ખેતરોમાં પિયત કરવા માટે રાત્રિના ઉજાગરા બંધ થશે અને રાત્રિ દરમિયાન ખેતરોમાં જે ભય સાથે કામ કરતા હતા તેમાં મોટી રાહત મળશે. દિવસે વીજળી મળતા ખડુતો ખુશખુશાલ થશે.


(તસવીર / વિડિયો / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

ખેલમહાકુંભ-૨૦૧૭ ઝોન કક્ષા સ્પર્ધા રાજકોટ જિલ્લાની એથ્લેટીકસ સ્પર્ધા ૨૯મી ઓગષ્ટથી શરૂ

aapnugujarat

રાજકોટ જિલ્‍લામાં ૫૩૬૩૮૯ હેકટરમાં થયેલું ખરીફ પાકોનું વાવેતર

aapnugujarat

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦’મી જયંતીની ઉજવણી સોમનાથમાં કરવામાં આવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1