Aapnu Gujarat
Uncategorized

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦’મી જયંતીની ઉજવણી સોમનાથમાં કરવામાં આવી

સરદાર વંદના તથા પુષ્પાંજલીથી જન્મજયંતીની શરૂઆત કરવામાં આવી હતી.. ત્યાર બાદ એક કદમ સ્વચ્છતા કી ઔર નાટક દ્વારા ઉપસ્થિત સર્વે લોકો તેમજ યાત્રિકોને સ્વચ્છતા જાળવવા અંગે અપીલ કરવામાં આવેલ. ત્યારબાદ સોમનાથ ચોપાટી ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયેલ જેમાં પડેલા ઘન કચરાના ઢગલાઓ સાફ કરી આસપાસના લારી-ગલ્લાવાળાઓને સ્વચ્છતા જાળવવા ગુલાબનું ફૂલ આપી સમજ આપવામાં આવેલ. આ પ્રસંગે જિલ્લા કલેકટર ડૉ. અજય પ્રકાશ, અધિક કલેકટર એચ.આર.મોદી, પાલિકા ચીફ ઓફિસર જતિન મહેતા, શ્રી સોમનાથ ટ્રસ્ટ ઇન્ચાર્જ જનરલ મેનેજર ઉપેન્દ્ર કોદાળા, બીવીજીના વિકાસ કદમ, સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા વેરાવળ પાટણ સંયુક્ત નગર પાલીકા, માનવસેવા ટ્રસ્ટ, બિવિજી તથા શ્રી સોમનાથ ટ્રસ્ટના અધિકારી કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.

તસ્વીર મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

માળીયામીંયાણાના અનેક વાંઢ વિસ્તારના પૂર અસરગ્રસ્તો કેશડોલ્સ સર્વેથી વંચિત

aapnugujarat

અમદાવાદમાં ત્રણ બાળકોની માતા ૧૭ વર્ષના સગીરને લઇ ભાગી…!!

editor

સૌરાષ્ટ્રમાં માર્કેટ યાર્ડમાં ડુંગળીની ભારે આવક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1