Aapnu Gujarat
Uncategorized

સૌરાષ્ટ્રમાં માર્કેટ યાર્ડમાં ડુંગળીની ભારે આવક

સૌરાષ્ટ્રમાં માર્કેટ યાર્ડમાં ડુંગળીની ભારે આવક શરૂ થઈ જતાં હવે ડુંગળીના ભાવમાં ઘટાડો જોવા મળશે. ગરીબ લોકોની કસ્તૂરી હવે આરામથી સસ્તા ભાવે મળવા લાગશે.મહારાષ્ટ્રના નાસિક પુના, લાસણગાંવ, પીપલગાંવ, વગેરે બજારોમાથી રોજ દરેક યાર્ડમાં ૨૦૦ થી ૨૫૦ ટ્રેકટરોની દૈનિક આવક થવા લાગી છે. સાથોસાથ સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડ અને તેમાં ખાસ કરીને ગોંડલ અને મહુવા માર્કેટ યાર્ડમાં રોજ ૪૦ હજાર ગુણીની આવક થતા, ડુગળી હવે સહેલાઇથી મળશે અને ભાવ પણ ઘટશે. સ્થાનિક ડુંગળીના ભાવમાં ઘટાડો થાય તેવી શક્યતાઓ દર્શાવાઈ છે.ગોંડલ યાર્ડમાં સ્થાનિક વિસ્તારની લાલ ડુંગળીની આવક ૫૭૩૬ ક્વિન્ટલની થઈ હતી. અને આ આવક વધતી જ જાય છે. જયારે સફેદ ડુંગળીની આવક ૪૨૮૮ ક્વિન્ટલની હતી. લાલ ડૂંગળીના ભાવ નીચામાં ૧૧૧ થી ૪૪૬ અને સામાન્ય ભાવ રૂ. ૩૪૬ હતો. સફેદ ડુંગળીના ભાવ રૂ. ૭૧ થી ૧૬૬ની રેન્જમાં હતા. રાજકોટ યાર્ડમાં ૯૦૦ કવીન્ટલની આવક હતી. અને ભાવ રૂ. ૧૩૦ થી ૪૦૦ સુધીના હતા.હાલ સૌરાષ્ટ્રની ડૂંગળી સ્થાનિક વપરાશ ઉપરાંત ઉતર ગુજરાત દક્ષિણ ગુજરાત અને બંગાળ, આસામ, પંજાબ, હરિયાણા રાજસ્થાન જાય છે. આથી ભાવ એકી સાથે તૂટયા નથી અને ટકેલા રહ્યા છે. પણ તા. ૨૦મી ફેબ્રુઆરીથી સૌરાષ્ટ્રનો માલ પુરજોશથી બજારમાં આવી જશે. બીજી બાજુ બંગાળના સુખસાગર વિસ્તારમાં પણ આ અરસામાં ડુંગળી માર્કેટમાં આવવા લાગશે. આમડુંગળીની ધૂમ આવક થતાં તેની અસર બજાર પર પડશે. જોકે ભારત બહાર પણ ડુંગળીની નિકાસ થતી હોવાથી હાલના સંજોગોમાં ભાવવ ટકેલા રહે તેવી શક્યતા પણ દર્શાવવામાં આવી છે.

Related posts

સોમનાથ મહાદેવ પંચદિવસીય કાર્તિક પૂર્ણિમા મેળાનો ૩૧ ઓક્ટોબરથી પ્રારંભ

aapnugujarat

Composing a Custom Essay

aapnugujarat

શિયાળો જમતા જ વિદેશી પક્ષીઓનો જમાવડો

editor

Leave a Comment

UA-96247877-1