Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રેલવે મંત્રાલય દ્વારા ફ્લેક્સી ફેર પ્રણાલીના સ્થાને નવી પ્રણાલી લાવવા પર વિચાર

કેન્દ્રીય રેલવે મંત્રાલય મુસાફરોની સંખ્યા વધારવા અને રાજસ્વમાં વધારો કરવાના હેતુસર ભાડાં નક્કી કરવા માટે તાજેતરમાં જ શરૂ કરવામાં આવેલી ફ્લેક્સી ફેર પ્રણાલીના સ્થાને નવી પ્રણાલી લાવવા પર વિચારણા કરી રહ્યું છે.રેલવે મંત્રી પીયૂસ ગોયલે શુક્રવારે રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન શતાબ્દી અને રાજધાની એક્સપ્રેસ ગાડીઓમાં ફ્લેક્સી ફેર પ્રણાલીના કારણે મુસાફરોની સંખ્યામાં ઘટાડો થયો અને રેલવેની ખોટ વધવા સંબંધીત એક પૂરક પ્રશ્નના જવાબમાં આ જાણકારી આપી હતી. ગોયલે કહ્યું હતું કે ફ્લેક્સી ફેર પ્રણાલીને ડાઈનેમિક ફેર પ્રણાલીમાં પરિવર્તિત કરવા બાબતે મંત્રાલયને એક વિસ્તૃત અહેવાલ સાંપડ્યો છે.
અહેવાલમાં સમય અને માંગણી અનુસાર ભાડુ નક્કી કરવાની સ્પષ્ટ અને વ્યાવહારીક પદ્ધતિ વિકસીત કરવામાં આવી રહી છે. જેમાં ટીકીટ ભાડું માંગણી અને પુરવઠાને આધારે વધશે અને ઘટશે. ભાજપના સાંસદ રામવિલાસ નેતામે વર્તમાન વ્યવસ્થામાં રેલવેના મુસાફરોને હવાઈ મુસાફરીથી પણ વધારે ભાડું આપવું પડતું હોવાથી રેલવેને આ અવ્યવહારૂ પ્રણાલીના કારણે થઈ રહેલા નુંકશાનને ધ્યાનમાં રાખી મંત્રાલયને સવાલ કર્યો હતો કે શું ફ્લેક્સી ફેર પ્રણાલીની સમીક્ષા કરવામાં આવી રહી છે? જેનો જવાબ આપતા ગોયલે કહ્યું હતું કે, મંત્રાલય ફ્લેક્સી ફેરની પ્રણાલીની સમીક્ષા કરી તેને એકદમ સટીક બનાવવા વાતચીત કરી રહ્યું છે.

Related posts

ટીડીપી સાંસદને એરપોર્ટ પર હંગામો ભારે પડ્યો, છ એરલાઈન્સે પ્રતિબંધ મૂક્યો

aapnugujarat

દિલ્હી-યુપીમાં આતંકી નેટવર્કનો પર્દાફાશ : ૧૦ ઝબ્બે

aapnugujarat

ત્રાસવાદી સાથે અથડામણમાં સેનાના બે જવાનો શહીદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1