Aapnu Gujarat
રાષ્ટ્રીય

ત્રાસવાદી સાથે અથડામણમાં સેનાના બે જવાનો શહીદ

ઉત્તર કાશ્મીરમાં નવગામ સેકટરમાં હેન્ડવારા ખાતે ત્રાસવાદીઓ સાથેની ભીષણ અથડામણમાં સેનાના બે જવાન શહીદ થયા છે જ્યારે આ અથડામણમાં બે ત્રાસવાદીઓને પણ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. સર્ચ ઓપરેશન હજુ પણ ચાલી રહ્યું છે. બીજી બાજુ નવગામ સેકટરમાં અંકુશરેખા પર જવાનોએ ઘુસણખોરીના એક મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. સેનાના પ્રવક્તાએ વિગત આપતા કહ્યું છે કે કાશ્મીરમાં કુપવારા જિલ્લામાં અંકુશરેખા મારફતે ઘુસણખોરી કરવાના પ્રયાસ ત્રાસવાદીઓની એક ટોળકી દ્વારા કરવામાં આવ્યા હતા. એજ વેળા જવાનોએ તેમને પડકાર ફેંકતા અથડામણ શરૂ થઈ હતી. ત્રાસવાદીઓ સાથેની અથડામણમાં ઘાયલ થયેલા જવાનોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં બે જવાનોના મોત થયા હતા. ત્રાસવાદીઓ દ્વારા અંકુશરેખા મારફતે ઘુસણખોરીનો અવિરત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. એકબાજુ અંકુશરેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર પાકિસ્તાન દ્વારા સતત ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. યુદ્ધ વિરામનો ભંગ કરીને ગોળીબાર કરાઈ રહ્યો છે. યુદ્ધ વિરામ ભંગ કરીને ગોળીબાર કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય આતંકવાદીઓને ભારતીય સરહદમાં ઘુસાડવાનો છે. બીજી બાજુ આતંકવાદીઓ પણ પોતાની રીતે અંકુશરેખા પરથી ઘુસણખોરીના પ્રયાસો કરી રહ્યા છે. પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ફરીથી ત્રાસવાદી લોન્ચપેડ સક્રિય થયા હોવાના અહેવાલ મળ્યા છે. સેના સાથેની અથડામણમાં ઠાર થયેલા ત્રાસવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ઠાર થયેલા બંને આતંકવાદીઓની ઓળખ કરવાના પ્રયાસ પણ હાથ ધરાયા છે.

Related posts

बिहार में जानलेवा गर्मी से हाहाकार, २२ तक सरकारी स्कूल बंद

aapnugujarat

रजनीकांत जनवरी 2021 में अपनी राजनीतिक पार्टी बनाएंगे

editor

અમરનાથ દર્શન માટે ૧૪૮ શ્રદ્ધાળુની ટીમ રવાના

aapnugujarat

Leave a Comment

UA-96247877-1