Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દિલ્હી-યુપીમાં આતંકી નેટવર્કનો પર્દાફાશ : ૧૦ ઝબ્બે

નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી અને એટીએસની ટીમે આજે આક્રમક કાર્યવાહી હાથ ધરી હતી. એનઆઈએ દ્વારા ૧૦ આતંકવાદીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરવામાં આવેલાઓમાં મૌલવીથી લઇને સિવિલ એન્જિનિયર સુધીના ખતરનાક શખ્સોનો સમાવેશ થાય છે. આત્મઘાતી હુમલાની ઘાતક યોજના તૈયાર કરવામાં આવી રહી હતી. સ્વદેશી બનાવટની ૧૨ પિસ્તોલ, ૧૨૦ એલાર્મ ક્લોક, ૧૦૦ મોબાઇલ ફોન, ૧૩૫ સિમકાર્ડ અને લેપટોપ કબજે કરવામાં આવ્યા છે. નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીએ વ્યાપક દરોડા અને તપાસ બાદ આઈએસઆઈએસ પ્રાયોજિત આતંકવાદી માળખાનો પર્દાફાશ કર્યો હતો. એનઆઈએ દ્વારા આજે સવારથી જ ઉત્તરપ્રદેશ અને દિલ્હીમાં ૧૭થી વધુ સ્થળો દરોડા વ્યાપક કાર્યવાહી હાથ ધરી હતી. હરકત ઉલ હર્બે ઇસ્લામ નામથી નવા મોડ્યુઅલમાં તપાસ ચાલી રહી છે. ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ(એનઆઈએ) આલોક મિત્તલે માહિતી આપતા કહ્યું હતું કે, આ આતંકવાદી નેટવર્ક દિલ્હીના મહત્વના રાજકીય અને સુરક્ષા સ્થળો ઉપર હુમલાની તૈયારીમાં હતું. ૧૨ પિસ્તોલ, સ્વદેશી બનાવટના રોકેટ લોન્ચરો મળી આવ્યા છે. ૧૦૦ મોબાઇલ ફોન, ૧૩૫ સિમકાર્ડ અને એક લેપટોપ, શ્રેણીબદ્ધ ઇલેક્ટ્રોનિક ગેજેટો અને દારુગોળાનો જથ્થો મળી આવ્યો છે. પોતાના નાણાંથી આ ગતિવિધિ ચાલી રહી હતી. પોતાના ઘરેથી સોનાની ચોરી કરવામાં આવી રહી હતીઅને પોતાની પ્રવૃત્તિ માટે ફંડ એકત્રિત કરવાની ગતિવિધિ ચાલી રહી હતી. એનઆઈએ દ્વારા ૧૭થી વધુ સ્થળોએ વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા શખ્સોની આકરી પુછપરછ કરવામાં આવી રહી છે. ૧૬ શકમંદોની પુછપરછ કરવામાં આવી રહી છે. આ પુછપરછ બાદ ૧૦ની ધરપકડ કરાઈ હતી જેમાં મૌલવીથી લઇને સિવિલ એન્જિનિયરોનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી રાષ્ટ્રીય તપાસ સંસ્થા અને યુપી એટીએસે મળીને કરી હતી. ઝડપાયેલા લોકોમાં પાંચ ઉત્તરપ્રદેશના અને પાંચ દિલ્હીના છે. આ તમામ લોકો વિદેશમાં બેસીને એક હેન્ડલરના સંપર્કમાં હતા. હેન્ડલરના સંદર્ભમાં હજુ માહિતી આપવામાં આવી નથી. એનઆઈએના કેહવા મુજબ આ આતંકવાદીઓનો લીડર મૌલવી સોહેલ છે અને દિલ્હીના જાફરાબાદમાં રહે છે. તે મસ્જિદમાં એક મૌલવી તરીકે હતો. આઈએસઆઈએસથી સંચાલિત મોડ્યુઅલમાં એમીટી યુનિવર્સિટીમાં સિવિલ એન્જિનિયરિંગ કરનાર વિદ્યાર્થી, ઓટો ડ્રાઇવર, મૌલવી, ગારમેન્ટ કારોબારી સામેલ છે. તમામની વય ૨૦થી ૩૦ વર્ષની છે. શકમંદોમાં એક મહિલા પણ સામેલ છે. આ તમામ લોકો વોટ્‌સએપ અને ટેલિગ્રાફ ઉપર વાત કરતા હતા. આ શકમંદો એકબીજાની સાથે સંપર્કમાં હતા. તેમના કહેવા મુજબ રિમોટ કન્ટ્રોલ બોંબ અને આત્મઘાતી હુમલાનો હેતુ હતો. બુલેટપ્રુફ જેકેટ પણ બનાવી રહ્યા હતા. ત્રણથી ચાર મહિના પહેલા જ મોડ્યુલની શરૂઆત થઇ હતી. કાર્યવાહીના આધાર પર ઉંડી તપાસનો દોર ચાલી રહ્યો છે.ઝડપાઈ ગયેલાઓમાં માસ્ટર માઇન્ડ ગણાતા મોહમ્મદ સોહેલનો સમાવેશ થાય છે જેને મુફ્તી અથવા તો કેટલીક ચીજોમાં નિષ્ણાત તરીકે ગણવામાં આવે છે. પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં અમરોહામાંથી તે ધાર્મિક ગતિવિધિ પણ ચલાવી રહ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશ અને દિલ્હીમાં એનઆઈએ અને ઉત્તરપ્રદેશ એટીએસ દ્વારા આજે સફળ કાર્યવાહી કરવામાં આવી હતી જેના ભાગરુપે આતંકવાદી નેટવર્કનો પર્દાફશ થયો છે. ત્રાસવાદીઓના ઓપરેશનને ઓપરેશન બરબાદી કનેક્શન નામ આપવામાં આવ્યું હતું. આ ઓપરેશન ખુબ જ ગુપ્તરીતે હાથ ધરવામાં આવ્યું હતું. એનઆઈએ અને એટીએસની ટીમે આતંકવાદી ગતિવિધિઓની માહિતી મળ્યા બાદ અમરોહાના નૌગામા સાદાત પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના સૈદપુર ઇમ્મા સહિત અનેક જગ્યાઓએ દરોડા પાડ્યા હતા. પકડી પાડવામાં આવેલા આતંકવાદીઓ આઈએસના નવા મોડ્યુલ હરકત ઉલ હર્બ ઇસ્લામ મારફતે કામ કરી રહ્યા હતા. આ કાવતરાની પાછળ માસ્ટરમાઇન્ડ તરીકે મુફ્તી સોહેલ રહેલો છે. મુખ્ય આરોપી મુફ્તી સોહેલ મુખ્યરીતે અમરોહાનો નિવાસી છે. એનઆઈએની તપાસ બાદ સ્પષ્ટ થઇ ગયું છે કે, દિલ્હીમાં રહીને મફ્તી સોહેલ દેશને હચમચાવી મુકવા માટેની યોજના તૈયાર કરી રહ્યો હતો. બે મહિના પહેલા મોતના અડ્ડા તરીકે દિલ્હીને બનાવી દેવા માટે અમરોહાની પસંદગી કરવામાં આવી હતી. પોતાના ઓપરેશન બરબાદીને અમરોહાથી ઓપરેટ કરવાની યોજના તૈયાર કરાઈ હતી. આકાઓના ઇશારે આ સમગ્ર પ્રક્રિયા ચાલી રહી હતી. ૧૪ દિવસ પહેલાથી જ કાર્યવાહી શરૂ થઇ હતી. એનઆઈએ અને એટીએસે આજે સવારે પશ્ચિમ ઉત્તરપ્રદેશના અનેક શહેરોમાં કાર્યવાહી હાથ ધરી હતી. અમરોહાના મોહલ્લા મુલ્લાનામાં કાર્યવાહી દરમિયાન સોહેલ પુત્ર હાજી ઝડપાઈ ગયો હતો. તેના અન્ય સગાસંબંધીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. મુફ્તી સોહેલના પરિવારના લોકો થોડાક સમય પહેલા દિલ્હીના જાફરાબાદમાં આવી ગયા હતા. સોહેલને મદરેસા જામા મસ્જિદ અમરોહા અને દેવબંધમાં અભ્યાસ કર્યો હતો.

Related posts

बाबा रामदेव ने लॉन्च की कोरोना की दवा ‘कोरोनिल’

editor

आधी रात को लॉन्च होगा जीएसटी, होगा भव्य कार्यक्रम

aapnugujarat

माब लिंचिंग पर कानून का इंतजार करेंगे : मौलाना कलबे जावद

aapnugujarat

Leave a Comment

UA-96247877-1