Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જીએસટીમાં સુધારા સાથે નવા માળખાનું કોંગી વચન આપશે

૨૦૧૯ની લોકસભા ચૂંટણી આજે વધારે સમય રહ્યો નથી ત્યારે કોંગ્રેસ પાર્ટીએ પણ આક્રમક રીતે આગળ વધવાની તૈયારી કરી લીધી છે જેના ભાગરુપે કોંગ્રેસે તેના ચૂંટણી ઢંઢેરામાં જીએસટીમાં વ્યાપક સુધારા કરવાનું વચન આપે તેવી શક્યતા છે. પાર્ટીમાં ચૂંટણી ઢંઢેરા સાથે જોડાયેલી પેનલમાં રહેલા સુત્રોએ માહિતી આપતા કહ્યું છે કે, એક રેટ સાથે વધુ સિમ્પલ અને સરળ ટેક્સ માળખુ કોંગ્રેસ પાર્ટી દ્વારા લાવવાનું વચન ચૂંટણી ઢંઢેરામાં આપવામાં આવશે. કોંગ્રેસ દ્વારા જીએસટીને લઇને મોદી સરકાર ઉપર વ્યાપક પ્રહારો કરવામાં આવી રહ્યા છે. તમામ ચૂંટણીમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય નેતાઓ જીએસટીને લઇને સામાન્ય કારોબારીઓ અને વેપારઓની તકલીફ વધી રહી હોવાની વાત કરી છે. સાથે સાથે જીએસટીને ગબ્બરસિંહ ટેક્સ તરીકે ગણાવીને રાહુલ ગાંધીએ આક્ષેપો કર્યા છે.
૨૦૧૯ની લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે કોંગ્રેસ પાર્ટી આ ચુંટણીમાં આક્રમકરીતે જીએસટીના મુદ્દાને રજૂ કરવા માટે તૈયાર છે. જીેસટીને નવેસરથી રિડિઝાઇન કરીને રજૂ કરવામાં આવશે. જીએસટીને વધુ સરળરીતે રજૂ કરવાનું વચન કોંગ્રેસ પાર્ટી ચૂંટણી ઢંઢેરામાં આપશે. આને લઇને અંતિમ તૈયારી થઇ રહી છે. નવી દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટર ખાતે પત્રકાર પરિષદને સંબોધતા પંજાબના નાણામંત્રી મનપ્રિતસિંહે કહ્યું છે કે, જીએસટીની વર્તમાન વ્યવસ્થા ખામી ભરેલી છે. આના કારણે તમામને મુશ્કેલી પડી રહી છે. ૨૦૧૯માં કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર આવશે તો જીએસટીને નવીરીતે રજૂ કરશે અને સામાન્ય અને સરળરીતે ટેક્સ માળખુ રજૂ કરશે જેમાં એક જ રેટ રહેશે. કોંગ્રેસ પાર્ટીના સુત્રોએ એમ પણ કહ્યું છે કે, જીએસટીના સુધારવામાં આવેલા માળખામાં તમામ ચીજોને સરળ કરવામાં આવશે. આ ઉપરાંત ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસ પાર્ટી ખેડૂત અને કૃષિ સમુદાયની નારાજગી અને યુવાનો માટે નોકરીને લઇને સર્વોચ્ચ પ્રાથમિકતા આપશે. વર્તમાન જીએસટીમાં હજારો ફેરફાર થઇ ચુક્યા છે. વસ્ત્રોની જેમ આમા ફેરફાર થઇ રહ્યા છે. ઘણી અડચણો હજુ પણ રહેલી છે. કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા ગૌરવ વલ્લભે કહ્યું છે કે, કોંગ્રેસના નેતૃત્વમાં સરકાર જીએસટીને વધુ વ્યવસ્થિતરીતે રજૂ કરવા બંધારણમાં સુધારા કરવા પણ ઇચ્છુક રહેશે. જો કે, આની જરૂર પડશે નહીં. જીએસટી કાઉન્સિલમાં સુધારા કરવાની સત્તાઓ રહેલી છે. ૨૦૧૯ની ચૂંટણીમાં જીતવા માટે જીએસટીને વધુ સારીરીતે રજૂ કરવાના પ્રયાસ કરવામાં આવશે. કોંગ્રેસ પાર્ટી જીએસટીની હદમાં પેટ્રોલ અને ઇલેક્ટ્રીસિટીને લેવા માટે પણ ઇચ્છુક છે. જાણકાર લોકોનું કહેવું છે કે, કોંગ્રેસ પાર્ટી આગામી દિવસોમાં કેટલાક નવા મુદ્દા સાથે આગળ આવી શકે છે.

Related posts

सरकार के 50 दिनों में ‘सबका साथ, सबका विकास और सबका विश्वास के दर्शन हुए : जावड़ेकर

aapnugujarat

35 injured in Jallikattu at TamilNadu

aapnugujarat

મુકુલ રોયની સુરક્ષા કેન્દ્ર સરકારે પાછી ખેંચી

editor

Leave a Comment

UA-96247877-1