Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બેંક હડતાળથી બેંકિંગ સેવા ખોરવાઈ

જાહેર ક્ષેત્રની બેંકોમાં આજે કામગીરી ખોરવાઇ ગઇ હતી. કારણ કે વિજયા બેંક, દેના બેંક અને બેંક ઓફ બરોડાના સુચિત મર્જરને લઇને આજે સરકારી બેંક કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા હતા. કેટલાક ખાનગી ક્ષેત્રના બેકિંગ કર્મચારીઓએ પણ હડતાળને ટેકો આપ્યો હતો. યુનિયન દ્વારા હડતાળની હાકલ કરવામાં આવ્યા બાદ આ હડતાળ પડી હતી. એક સપ્તાહની અંદર બીજી વખત સરકારી બેંક કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા. ૧૦ લાખ કર્મચારીઓની હડતાળના કારણે સેવાને પ્રતિકુળ અસર થઇ હતી. બેંક અધિકારીઓની યુનિયને સુચિત મર્જરની સામે તેમજ વેતન સુધારાની માંગ સાથે હડતાળ પાડવામાં આવી હતી. ગયા શુક્રવારના દિવસે પણ એટલે કે ૨૧મી ડિસેમ્બરના દિવસે પણ હડતાળ પાડવામાં આવી હતી. સરકારી બેંકોએ એકબાજુ હડતાળ પાડી હતી. જ્યારે બીજી બાજુ ખાનગી બેંકોમાં કામકાજ યથાવત રીતે જારી રહ્યુ હતુ. મોટા ભાગની બેંકોએ ગ્રાહકોને હડતાળ અંગે પહેલાથી જ માહિતી આપી દીધી હતી. ખાનગી ક્ષેત્રની બેંકોમાં કામગીરી સામાન્ય રીતે ચાલી હતી. ૧૦ લાખ કર્મચારી આજે હડતાળ પર ઉતરી ગયા હતા. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયને હડતાળની હાકલ કરી હતી. તેના મહાસચિવ સીએચ વેંકટચલમે કહ્યુ છે કે વિવાદને ઉકેલી દેવા માટે બેઠક બોલાવવામાં આવી હતી. પરંતુ તેમાં વિવાદનો ઉકેલ આવી શકાયો ન હતો. જેથી તમામ યુનિયને હડતાળ પર જવાનો નિર્ણય કર્યો હતો. મર્જરને લઇે પગલા લેવામાં આવશે નહીં તેવી ખાતરી કોઇએ આપી નથી. સરકારે સપ્ટેમ્બર મહિનામાં જાહેર ક્ષેત્રની વિજયા બેંક, દેના બેંક અને બેક ઓફ બરોડાને મર્જ કરવાની જાહેરાત કરી હતી. આના મર્જરની અમલીકરણની પ્રક્રિયા શરૂ થઇ ગયા બાદ દેશની ત્રીજી સૌથી મોટી બેંક બની જશે. પગાર વધારાની માંગ પણ થઇ રહી છે. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા એક દિવસની હડતાળની હાંકલ કરવામાં આવી હતી. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયનમાં ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર્સ કન્ફડરેશન, ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશન સહિત ૯ યુનિયનો છે. એક સપ્તાહની અંદર જ બીજી રાષ્ટ્રવ્યાપી હડતાળના કારણે લોકોને મુશ્કેલી નડી હતી. આજે બેંકોની શાખાઓમાં ડિપોઝિટ અને વિડ્રોઅલ સહિત બેંકિંગ સેવાને અસર થઇ હતી. ચેક ક્લિયરન્સ અને ડિમાન્ડ ડ્રાફ્ટ જારી કરવાની પ્રક્રિયા અટકી ગઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ એકલા મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવામાં બે ટ્રિલિયન રૂપિયાથી વધુના ચેક અટવાઈ પડ્યા હતા. આજે મધ્યપ્રદેશમાં પણ મોટી સંખ્યામાં બેંક કર્મચારીઓ હડતાળ ઉપર રહ્યા હતા. દેખાવો પણ કરવામાં આવ્યા હતા. ખાનગી બેંકોમાં કામગીરી યથાવતરીતે આગળ વધી હતી. સપ્ટેમ્બર મહિનામાં મર્જરની જાહેરાત કરવામાં આવી હતી. વિરોધ છતાં સરકારે ગયા સપ્તાહમાં જ દેનાબેંક, વિજ્યા બેંક સાથે બેંક ઓફ બરોડાના મર્જર માટે સૈદ્ધાંતિક મંજુરી આપી હતી. આની સાથે જ મર્જર બાદ સરકારી બેંકોની સંખ્યા હાલમાં ૨૧ની જગ્યાએ ઘટીને ૧૯ થશે. છેલ્લા સપ્તાહમાં ૩.૨૦ લાખ સરકારી બેંકોના ઓફિસર્સ દ્વારા હડતાળ પાડવામાં આવી હતી. બેંક મેનેજમેન્ટે પણ કેટલાક પગલા લીધા છે. યુનિયન અને ઇન્ડસ્ટ્રી લોબી વચ્ચે છેલ્લા ૧૩ મહિનામાં અનેક વખત વાતચીત થઇ ચુકી છે.

Related posts

પેગાસસ કેસ : સુપ્રીમે કેન્દ્રને ફટકારી નોટિસ

editor

ठाकरे सरकार को दो धक्के

editor

મહારાષ્ટ્રના રાયગઢમાં બસ અકસ્માત : 12નાં મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1