Aapnu Gujarat
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના રાયગઢમાં બસ અકસ્માત : 12નાં મોત

મહારાષ્ટ્રમાં વધુ એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. મુંબઈથી છ કિલોમીટર દૂર રાયગઢ જિલ્લો આવેલો છે. મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં એક ભયંકર રોડ અકસ્માત સર્જાયો છે. અહીં મુસાફરોથી ભરેલી એક બસ ખીણમાં પડી ગઈ હતી. જે બાદ 12 મુસાફરોનાં મોત થઈ ગયા હતા. તો આ દુર્ઘટનામાં 25થી પણ વધુ મુસાફરો ઘાયલ થયા છે. બનાવની જાણ થતાં જ પોલીસ અને બચાવકર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. બાદમાં ઈજાગ્રસ્ત લોકોને બહાર કાઢીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક લોકો પણ આ બચાવ કાર્યમાં જોડાયા હતા. એવી પણ આશંકા છે કે, મૃત્યુ આંક વધી શકે છે.
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં શનિવારે એક ભયંકર અકસ્માતની ઘટની બની છે. અહીં ખોપોલી વિસ્તારમાં મુસાફરોથી ભરેલી એક બસ ખીણમાં પડી ગઈ હતી. બસ ખીણમાં પડતા 12 મુસાફરોનો ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય 25 મુસાફરોને નાની મોટી ઈજાઓ થતા ઘાયલ થયા હતા. બનાવની જાણ થતાં જ પોલીસ અને બચાવ કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. બાદમાં ઈજાગ્રસ્ત મુસાફરોને બચાવીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ અહીં રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. એવી પણ આશંકા છે કે, મૃત્યુઆંક વધી શકે છે. પોલીસ અને સ્થાનિક તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. પોલીસે મૃતદેહો કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.

જો કે, મુસાફરોથી ભરેલી બસ ખીણમાં કેવી રીતે પડી એનું કારણ હજુ સુધી જાણી શકાયુ નથી. લોકોનું કહેવું છે કે, આ ઘટના બન્યા બાદ જોરદાર અવાજ અને લોકોની ચીચીયારીઓ સંભળાઈ હતી. આ અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા. તો બસ ખીણમાં પડતા તેનો ખુડદો બોલી ગયો હતો. જેના કારણે મુસાફરો તેમાં ફસાઈ ગયા હતા અને તેમને બહાર કાઢવામાં પણ બચાવકર્મીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

મૃતકોમાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે. જો કે, સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કેટલાંક લોકોનો જીવ પણ બચાવ્યો હતો. બાદમાં ઈજાગ્રસ્ત મુસાફરોને એમ્બ્યુલન્સ અને બીજા વાહનો દ્વારા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, ખાનગી બસ પૂણેથઈ મુંબઈ જઈ રહી હતી. જ્યારે આ બસ જૂના મુંબઈ-પૂણે હાઈવે પરથી પસાર થઈ રહી હતી ત્યારે શિંગરોબા મંદિર પાસે ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો. જે બાદ બસ ખીણમાં પડી હતી. પોલીસે કહ્યું કે, બસમાં લગભગ 40 જેટલાં મુસાફરો સવાર હતા. મૃતકોના મૃતદેહ કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં અવ્યા છે. જ્યારે ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે હોસ્પિટરલમાં ખસેડવામાં આવ્યા છે.

Related posts

દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ સામાન્ય રહેવાની હવામાન ખાતાની આગાહી

aapnugujarat

મસુદની હાલત ખરાબ હોવાના અહેવાલ

aapnugujarat

पंकजा मूंडे ने अपने ट्विटर बायो से हटाया बीजेपी का टैग

aapnugujarat

Leave a Comment

UA-96247877-1