Aapnu Gujarat
Uncategorizedરાષ્ટ્રીય

દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ સામાન્ય રહેવાની હવામાન ખાતાની આગાહી

ભારતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે. ભારતીય હવામાન વિભાગ (ૈંએમડી)ના જણાવ્યા પ્રમાણે દક્ષિણ-પશ્ચિમી ચોમાસુ ૨૯ મેથી જ ચાલું થઈ ચૂક્યું છે. જ્યારે તેના શરૂ થવાની સરેરાશ તારીખ ૧ જૂન માનવામાં આવે છે. મંગળવારે ચોમાસું કેરળ અને તમિનલાડુના કેટલાક ભાગોમાં આગળ વધતું નજર આવ્યું હતું પરંતુ તેની રફ્તાર ધીમી પડવાની શક્યતા છે. આઈએમડીએ બેંગલુરુમાં ૨ જૂનથી વરસાદ શરૂ થવાનું અનુમાન લગાવતા કર્ણાટકના ૧૦ જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કરી દીધું છે. મહારાષ્ટ્રમાં આ વખતે ચોમાસું એક અઠવાડિયું વહેલા શરૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દરમિયાન આઈએમડીએ મંગળવારે તેની બીજી આગાહીમાં જણાવ્યું હતું કે, દેશમાં આ વખતે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય રહેશે.ઉત્તર કેરળ કર્ણાટક અને મધ્ય તમિલનાડુમાં ચોમાસાના વરસાદની વધુ રાહ જાેવી પડશે કારણ કે, આગામી બે દિવસ સુધી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની આગળ વધવાની શક્યતા ઓછી છે. ચોમાસાએ હજુ રફ્તાર નથી પકડી અને આ વિસ્તારમાં સારો વરસાદ નથી પડ્યો.કેરળના ૧૪માંથી ૮ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થયો છે.આઈએમડીના પ્રમુખ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું કે, ચોમાસાના મોટાભાગના દક્ષિણ દ્વીપકલ્પના વિસ્તારોમાં સામાન્ય તારીખથી પહેલા પહોંચવાનું અનુમાન છે.
આઈએમડીએ લાંબા અંતરની પોતાની બીજી આગાહીમાં જણાવ્યું કે, દેશમાં દક્ષિણ-પશ્ચિમમાં ચોમાસુ આ વખતે સામાન્ય રહેશે. મહાપાત્રાના જણાવ્યા પ્રમાણે દક્ષિણ દ્વીપકલ્પ, મધ્ય ભારત અને મધ્ય ભારતના મોટાભાગના વિસ્તારોમાં સામાન્યથી અધિક સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે.
આઈએમડીના પ્રમુખે જણાવ્યું કે, આ વર્ષે મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, હિમાચલ, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, પૂર્વોત્તર ભારતના ઉત્તરી વિસ્તારો સહિત મોટાભાગના વિસ્તારોમાં જૂનથી સપ્ટેમ્બરની વચ્ચે સારો વરસાદ પડવાની આશા છે.
જાેકે, કેરળ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, દક્ષિણી આસામ, ઓડિશા, છત્તીસગઢ, ગંગીય પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, જમ્મૂ કાશ્મીર અને લદ્દાખના વિસ્તારોમાં આગામી ૪ મહિના દરમિયાન સામાન્યથી ઓછા વરસાદની શક્યતા છે.

Related posts

મુંબઇ ફુટ ઓવરબ્રિજ દુર્ઘટના : એફઆઇઆર દાખલ કરી તપાસ જારી

aapnugujarat

પેટ્રોલ – ડિઝલના ભાવ આસમાને

editor

अमरनाथ यात्रा : दर्शनार्थीयों ने तोडा 3 साल का रिकार्ड, 2,85,381 के पार हुआ आंकड़ा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1