Aapnu Gujarat
રાષ્ટ્રીય

મુકુલ રોયની સુરક્ષા કેન્દ્ર સરકારે પાછી ખેંચી

કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે ભારતીય જનતા પાર્ટી છોડીને મમતા બેનરજીની તૃણમુલ કોંગ્રેસમાં ફરી જાેડાઈ ગયેલા મુકુલ રોયની સુરક્ષા પાછી ખેંચી લીધી છે. મુકુલ રોયે ટીએમસીમાં જાેડાયા બાદ પોતે પણ ગૃહ મંત્રાલયને પોતાની સુરક્ષા પાછી ખેંચી લેવા માટે જણાવ્યુ હતુ.મુકુલ રોયને સીઆરપીએફના જવાનોની સુરક્ષા આપવામાં આવી હતી.આ પહેલા ટીએમસી છોડીને ભાજપમાં મુકુલ રોય જ્યારે સામેલ થયા હતા ત્યારે કેન્દ્ર સરકારે તેમને વાય પ્લસ કેટેગરીની સુરક્ષા આપી હતી.બંગાળ ચૂંટણી પહેલા તેમની સુરક્ષા વધારીને ઝેડ કેટેગરીની કરવામાં આવી હતી.
જાેકે ગયા શુક્રવારે મુકુલ રોયે ભાજપ છોડીને ટીએમસી ફરી જાેઈન કરી લીધી હતી.મુકુલ રોયે જાતે જ કહ્યુ હતુ કે, મારી સુરક્ષા વ્યવસ્થા પાછી છખેંચવામાં આવે.
જાેકે મમતા બેનરજીની સરકારે તેમને બંગાળ પોલીસની સુરક્ષા આપી છે.પોલીસના જવાનો હવે તેમની સાથે ૨૪ કલાક રહેશે.એવુ કહેવાય છે કે, ટીએમસીમાં જાેડાયા બાદ હવે મુકુલ રોયને મમતા બેનરજીના મંત્રીમંડળમાં પણ સ્થાન મળી શકે છે.
મુકુલ રોયની જેમ ટીએમસી છોડીને ભાજપમાં ગયેલા ઘણા નેતાઓ હવે ટીએમસીમાં પાછા આવવા માંગે છે.આ સિવાય તાજેતરમાં ચૂંટણી જીતેલા ભાજપના કેટલાક ધારાસભ્યો પણ ટીએમસીમાં જાેડાવા માંગતા હોવાની ચર્ચાઓ શરુ થઈ છે.

Related posts

શરમજનક ઘટના : તેજસ એક્સપ્રેસ ટ્રેનમાંથી પેસેન્જરો હેડફોન ચોરી ગયાં

aapnugujarat

બીજા તબક્કામાં ૧૪૯ પોસ્ટ ઓફિસમાં પાસપોર્ટ સેવા કેન્દ્રનો આરંભ

aapnugujarat

महज अश्लील तस्वीरें पास रखना दंडनीय अपराध नहीं : केरल हाईकोर्ट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1