વિદેશ મંત્રાલય અને પોસ્ટ વિભાગે દેશમાં આવેવી મુખ્ય પોસ્ટ ઓફિસ અને કેટલીક પોસ્ટ ઓફિસમાં પણ પાસપોર્ટ સંબંધિત સેવા શરૃ કરવા નક્કી કર્યું છે. વિવિધ પોસ્ટ ઓફિસમાં પાસપોર્ટ સેવા કેન્દ્રો શરૃ થઈ ચુક્યા છે. પ્રથમ તબક્કામાં દેશમાં ૮૬ જેટલા પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રો ઉભા કરવા ઠરાવવામાં આવ્યું હતું. તે પૈકી ૫૨ કેન્દ્ર શરૃ થઈ ચુક્યા છે. પ્રથમ તબક્કાના બાકીના ૩૪ કેન્દ્રો શરૃ કરવા પણ આયોજન ચાલુ છે. સરકારે હવે બીજા તબક્કામાં અન્ય ૧૪૯ પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૃ કરવા ઠરાવ્યું છે. બીજા તબક્કાના અમલ સાથે દેશમાં પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રોની કુલ સંખ્યા ૨૩૫ થઈ જશે.બીજા તબક્કામાં પાસપોર્ટ કેન્દ્ર શરૃ કરવા માટે નક્કી થયેલી ૧૪૯ પોસ્ટ ઓફિસ પૈકી ગુજરાતની આણંદ, ભરૃચ, ભાવનગર, જામનગર, જૂનાગઢ ,ખેડા, નવસારી અને વલસાડ એમ આઠ પોસ્ટ ઓફિસનો સમાવેશ થાય છે.
પાછલી પોસ્ટ