Aapnu Gujarat
ગુજરાત

ડભોઈના કાંસકી વાગામાં ગટરો ઉભરાતા નર્કાગાર જેવી સ્થિતિ

ડભોઈ નગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલ વિઠ્ઠલ સ્કૂલની પાછળ કાંસકી વાગામાં છેલ્લા કેટલાક સમયથી ગટરો ઉભરાવવાના કારણે નર્કાગારની સ્થિતિ વ્યાપી ગઈ છે. કાયમ આ સ્થિતિ ઉદભવતા કાંસકી વાગામાં એક માત્ર અવરજવર કરવાના રસ્તા પર ગટરોનું પાણી કાયમ ભરાઈ રહેતા સ્થાનિકોને અવરજવર કરવામાં ઘણી તકલીફો ભોગવવી પડી રહી છે. સ્થાનિકો દ્વારા નગરપાલિકા અને વોર્ડના સભ્યો સામે આક્રોશ ઓકતા જણાવ્યું હતું કે ચૂંટણીઓ આવે છે ત્યારે જ તેઓને અમારા ઘરો ફળિયા અને અમારી તકલીફો દેખાય છે અને હાથ જોડી વોટ માંગવા આવી જતા નેતાઓ આવી વિકટ સમસ્યામાં કેમ અમારા હાલ પૂછવા પણ આવતા નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બાલવાડી જતા નાના ભૂલકાઓને પણ ના છૂટકે આવા દૂષિત પાણીમાંથી લઇ જવા મજબૂર બનેલા વાલીઓને કોઈ ભયંકર બીમારીમાં સપડાઈ જવાનો ભય પણ સેવાઈ રહ્યો છે જ્યારે એક તરફ નગરપાલિકા નગરને સ્વચ્છ અને સુંદર બનાવવા લાખો રૂપિયાનો ધુમાડો કરી શસ્ત્ર સંસાધનો વસાવી રહી છે તો બીજી બાજુ સફાઈ અને સ્વચ્છતના નામે મીંડુ જોવા મળતા નગરની પ્રબુદ્ધ જનતામાં રોષની જ્વાળાઓ જોવા મળી રહી છે.


(તસવીર / વિડિયો / અહેવાલ :- વિકાસ ચતુર્વદી, ડભોઈ)

Related posts

कॉर्पोरेटरों को भी एएमटीएस के निःशुल्क पास चाहिए

aapnugujarat

ગાંધીનગર જિલ્લાના રાયપુર ગામે નર્મદા કેનાલમાં ૩ કિશોરોના ડૂબી જવાથી મોત થયા

aapnugujarat

જંત્રી આધારિત ટેકસમાં ૨૫ ટકાની રાહત ચાલુ રખાઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1