Aapnu Gujarat
ગુજરાત

વિસનગર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યકર્તા સંમેલન યોજાયું

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને ભારતીય જનતા પાર્ટી દ્વારા મહેસાણા જિલ્લાના ચૂંટણી ઇન્ચાર્જશ્રીઓ પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ તથા મહિલા અને બાળ વિકાસ મંત્રી વિભાવરીબેન દવેની અધ્યક્ષતામાં વિસનગર સ્થિત પંચશીલ વિદ્યા સંકુલ ખાતે વિસનગર તાલુકાના કાર્યકરોનું વિશાળ સંમેલન યોજવામાં આવ્યું હતું.
ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી મુજબ કાર્યક્રમની શરૂઆતમાં રાષ્ટ્રગાન વંદેમાતરમનું સમૂહ ગાન કરવામાં આવ્યું હતુ તેમજ મંચસ્થ મહાનુભાવોઓ દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલે સૌ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું ત્યારબાદ તાલુકાના હોદ્દેદારો દ્વારા મંચસ્થ મહાનુભાવોઓનું ભાજપના ખેસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઇ પટેલે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની આવનારી ચૂંટણીઓમાં ભાજપના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા માટે સૌ કાર્યકરોને હાકલ કરી હતી. રાજ્યના મંત્રી વિભાવરીબેન દવેએ કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી તેમજ આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વિસનગર તાલુકા પંચાયતની ૨૪ સીટો અને જીલ્લા પંચાયતની ૫ સીટોના ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે સૌ કાર્યકરોને અત્યારથી જ તૈયાર થઈ જવા હાકલ કરી હતી. પૂર્વ મહામંત્રી અને ચૂંટણી ઇન્ચાર્જશ્રી કે.સી.પટેલ દ્વારા ચૂંટણી જીતવા માટે મજબૂત સંગઠનની મહત્તા સમજાવતા પેજ પ્રમુખથી લઈને શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ અને બુથ ઇન્ચાર્જશ્રીઓની ભૂમિકાની સૌ કાર્યકર્તાઓને સમજ આપી હતી તેમજ પાર્ટીના આગામી ચૂંટણી લક્ષી કાર્યક્રમોની વિગતો આપી હતી.
આ સંમેલનમાં રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને પ્રદેશ સંગઠનના નવનિયુક્ત મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલ, પ્રદેશ મંત્રીશ્રી પંકજભાઈ ચૌધરી તથા તાજેતરમાં યોજાયેલી મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીમાં વિજયી થયેલા વિસનગર તાલુકાના એલ.કે.પટેલનું પુષ્પગુચ્છ તેમજ શાલથી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લાના સાંસદ શ્રીમતી શારદાબેન પટેલ, પૂર્વ સાંસદશ્રી પૂંજાજી ઠાકોર, પૂર્વ જીલ્લા પ્રમુખશ્રીઓ જશુભાઇ પટેલ અને કેશુભાઈ પટેલ ઉપરાંત જીલ્લા અને તાલુકાના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. વિસનગર તાલુકા પ્રમુખશ્રી સતીષભાઈ પટેલ, મહામંત્રીશ્રીઓ મુકેશભાઈ ચૌધરી અને મહેશભાઇ પટેલ દ્વારા પાર્ટીના હોદ્દેદારોના સહયોગથી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું.


(તસવીર / વિડિયો / અહેવાલ :- વિનોદ મકવાણા, મહેસાણા)

Related posts

છોટાઉદેપુર સાંસદ ગીતાબેન સોડત ગામે આગ લાગેલ પરીવાર ની મુલાકત કરી અનાજ ની કીટ આપી..

editor

ગોમતીપુરમાં રીક્ષાચાલકની હત્યાથી સનસનાટી

aapnugujarat

હિટ એન્ડ રનના બનાવમાં બાઇક ચાલકનું મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1