Aapnu Gujarat
ગુજરાત

હિટ એન્ડ રનના બનાવમાં બાઇક ચાલકનું મોત

એસજી હાઈવે પર આવેલા ગોતાબ્રિજ પર મોડી રાતે હિટ એન્ડ રનના એક ગમખ્વાર બનાવમાં એક એકટીવાચાલક યુવકનું કરૂણ મોત નીપજયું હતું. જેને પગલે સમગ્ર વિસ્તારમાં ખાસ કરીને સ્થાનિકોમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. તો બીજીબાજુ, યુવકના પરિજનો પર જાણે આઘાતનું આભ તૂટી પડયું હતું. શેવરોલેટ ક્રૂઝ કારના ચાલકે બેફામ રીતે પોતાની કાર હંકારી ગોતા બ્રિજ પર બાઇક અને એક્ટિવા પર જતા પ્રસંગ પાર્ટી પ્લોટના મેનેજર અને ઓફિસબોયને અડફેટે લેતાં બાઈકચાલક મેનેજરનું મોત નીપજ્યું હતું, જયારે એક્ટિવાચાલક ઓફિસબોયને ઈજા પહોંચતાં સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. એ ડિવિઝન પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી ક્રૂઝ કારચાલકની ધરપકડ કરી લીધી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહરેના ઘાટલોડિયા કૃષ્ણનગરમાં મુકેશ બલાઈ (ઉ.વ.ર૮) તેના પરિવાર સાથે રહે છે. મુકેશ એસજી હાઇવે પર આવેલા પ્રસંગ પાર્ટી પ્લોટમાં ઓફિસબોય તરીકે નોકરી કરે છે. જ્યારે ઘાટલોડિયાની નાલંદા સ્કૂલ પાસે આવેલા પાર્થ એવન્યૂમાં રહેતા જિજ્ઞેશભાઈ પટેલ (ઉ.વ.૩૪) પ્રસંગ પાર્ટી પ્લોટના મેનેજર તરીકે નોકરી કરતા હતા. ગઈ કાલે મોડી રાતે બાર વાગ્યાની આજુબાજુ મુકેશ એક્ટિવા પર અને જિજ્ઞેશભાઈ બાઈક પર ઘરે જવા માટે સાથે નીકળ્યા હતા. સાડા બાર વાગ્યાની આસપાસ બંને પોતાના વાહન પર ગોતાબ્રિજ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે પાછળથી એક કાર પુરપાટ ઝડપે આવી હતી અને મુકેશના એક્ટિવા અને જિજ્ઞેશભાઈના બાઈકને ટક્કર મારી હતી. ટક્કર વાગતાં બંને વાહન પરથી ઊછળી નીચે પટકાયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે જિજ્ઞેશભાઈનું બાઈક અને એક્ટિવા બંને ર૦ ફૂટ દૂર જઈને પડ્‌યા હતા. બંનેને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં જિજ્ઞેશભાઈનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ કારચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો. બીજી તરફ પોલીસને જાણ કરવામાં આવતા એ ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. લોકોએ કારચાલકનો પીછો કરી ગોતા વિસ્તારમાંથી લેન્ડ ક્રૂઝના કારચાલકને ઝડપી લઈ પોલીસના હવાલે કર્યો હતો. એ ડિવિઝન પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. જો કે, બનાવને પગલે અને યુવકના મોતને લઇ વિસ્તારમાં અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી.

Related posts

नल सरोवर पक्षी अभ्यारण्य मुद्दे हाईकोर्ट की पीआईएल : केन्द्र और राज्य सरकार को नोटिस

aapnugujarat

તૌકતે વાવાઝોડું આજે સાંજે ગુજરાતના દરિયાકિનારે ટકારાશે

editor

अमराईवाडी के निवासी मेट्रो रेल का काम रोकने रोड पर उतरे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1