Aapnu Gujarat
ગુજરાત

ઈન્ડિયન લાયન્સ ગાંધીનગર સ્વર્ણિમ કલબના ટ્રસ્ટી મહેન્દ્ર ચૌહાણનો જન્મદિન ઉજવાયો

લાયન્સ ગાંધીનગર સ્વર્ણિમ કલબના સભ્ય મહેન્દ્ર ચૌહાણ સેક્ટર ૧૪ ગાંધીનગર સામાજિક કાર્યકર જણસારી ટ્રસ્ટના મંત્રી અને ગાંધીનગર સાહિત્ય સેવા સંસ્થાન ચેરીટ્રેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીના જન્મ દિવસ નિમિતે ભારત માતાની પૂજા કરી કેક ને બદલે માવાની કેક મૂકી દીવો પ્રગટાવી ઉજવણી કરવામાં આવી હતી. તેઓને સંસ્થાના પ્રમુખ રાધેશ્યામ યાદવ, ઉપ પ્રમુખ ડૉ ગુલાબચંદ પટેલ, ઈન્ડિયન લાયન્સના કાંતિભાઈ પટેલ એડવોકેટ અને ઈન્ડિયન લાયન્સ અતુલ વાવોલ, કોષાધ્યક્ષ સંજીવ યાદવ, નિમેષ ચૌહાણ, ઉષા ચૌહાણ દ્વારા જન્મ દિવસની હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે ઈન્ડિયન લાયન્સ ઉપ પ્રમુખ, પ્રમુખ ગાંધીનગર સાહિત્ય સેવા સંસ્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત મહાત્મા ગાંધી સાહિત્ય સેવા મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. ગુલાબચંદ પટેલે પ્રવચન આપ્યું હતું અને ઈન્ડિયન લાયન્સના પ્રમુખ રાધેશ્યામ યાદવ દ્વારા મહેન્દ્ર ચૌહાણને શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને અંતઅક્ષરી શરૂ કરી હતી. ઈન્ડિયન લાયન્સ કાંતિભાઈ પટેલ એડવોકેટ દ્વારા પણ મહેન્દ્ર ચૌહાણને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. મહેન્દ્ર ચૌહાણ દ્વારા સૌને ભારત માતાની છબી ભેટ આપવામાં આવી હતી. સંસ્થાને રૂપિયા એક હજારનું દાન મહેન્દ્ર ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. અંતમાં રાષ્ટ્ર ગીત સમૂહમાં ગાવામા આવ્યું હતું અને કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.


(તસવીર / વિડિયો / અહેવાલ :- મહેશ આસોડીયા, વિજાપુર)

Related posts

आसाराम की अंतरिम जमानत याचिका खारिज

editor

editor

ભરૂચ તથા વડોદરાના પ્રવાસે કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા  વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1