કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઇઝર્સ મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા તા.૦૨/૦૬/૨૦૧૭ના રોજ ભરૂચ અને વડોદરાના પ્રવાસે આવનાર છે.
સૌ પ્રથમ સવારે ૯.૩૦ કલાકે હોટલ રીઝન્ટા, હરીમંગલા, જી.એન.એફ.સી. સર્કલ, જુના નેશનલ હાઇવે-૮, એ.બી.સી. કંપની પાસે, ભરૂચ ખાતે ભરૂચ જિલ્લા વ્યવસ્થાપક મંડળ આયોજિત ‘‘નેશનલ મેનેજમેન્ટ કન્વેન્શન’’ રાષ્ટ્રીય સેમીનારના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે.
આ કાર્યક્રમમાં ભારતમાં આર્થિક સુધાર અને તેની વેશ્વિક અસરો, સફળ ઔદ્યોગિક વિકાસ માટે ઇન્ફ્રાસ્ટ્રકચર, પર્યાવરણ, સલામતી અને આરોગ્ય, ટેકનોલોજીકલ, ઇનોવેશન એન્ટ્રપ્રિન્યરશિપ અને વ્યુહાત્મક મેનેજમેન્ટ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં ભારતના કેનેડાના હાઇ કમિશનર શ્રી નાદીર પટેલ, માન.રા.ક.મંત્રીશ્રી પ્રદીપસિંહજી જાડેજા, માન.રા.ક.મંત્રીશ્રી રોહિત પટેલ, શ્રી સંદીપ સંઘલ કલેકટર-ભરૂચ તથા સ્થાનિક પ્રતિનિધીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
ત્યારબાદ સાંજે ૧૬.૦૦ કલાકે દાદા ભગવાન, ડભોઇ ચોકડી, વડોદરા ખાતે માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજીના ત્રણ વર્ષના કાર્યકાળને પૂર્ણ થવાના સંદર્ભમાં ‘‘સૌનો સાથ સૌનો વિકાસ’’ કાર્યક્રમમાં હાજરી આપશે.
આ કાર્યક્રમમાં સ્થાનિક પ્રતિનિધીઓ અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.