Aapnu Gujarat
Uncategorized

સોમનાથ – કોડીનાર સ્પેશિયલ કોમર્શિયલ રેલવે પ્રોજેક્ટ ને લઈ વિવાદખેડૂતો ના વિરોધ છતાં રેલવે અધિકારી સર્વે માટે આવતા ખેડૂતો રોષે ભરાયા

સૂત્રોચ્ચાર સાથે ખેડૂતો એ પોલિસ પ્રોટેક્શન સાથે આવેલ અધિકારી ને સર્વે કરતા અટકાવ્યા
રેલવે ના અધિકારી ગેરકાયદેસર સર્વે માટે આવ્યા નો ખેડૂતો નો આક્ષેપગીર સોમનાથ જિલ્લા ના સોમનાથ થી કોડીનારના વડનગર સુધી 40 કી.મી ખાસ નવી માલવાહક બ્રોડગેજ રેલવે લાઈન બનાવવા સરકાર જય રહી છે.
આ માટે રેલ્વે બોર્ડ દ્વારા જાહેરનામું પ્રસિઘ્ઘ કરેલ જેમાં એક વર્ષ અગાઉ ત્રણેય તાલુકા ના હજારો ખેડૂતો એ લેખીત વાંઘા અરજીઅો પણ દાખલ કરી છે.
આમ છતાં હાલ માં આ કોમર્શીયલ રેલ પ્રોજેકટ માટે ગ્રામ્ય વિસ્તારો માં ફરી ફીઝીકલ સર્વે ની કામગીરી હાથ ઘરવામાં આવતા ખેડૂતો માં ચિંતા સાથે આક્રોશ ફેલાયો છે.
ખેડૂતો એ આક્રોશ ભેર જણાવેલ કે, માત્ર ત્રણ થી ચાર ઔદ્યોગિક એકમો ને ફાયદો પહોંચાડવા ના એક માત્ર હેતુ થી ખાસ કોમર્શિયલ બ્રોડગેજ રેલ પ્રોજેક્ટ તૈયાર થયો છે જેમાં 1500 થી વધુ ખેડૂતો ની અંદાજે 450 હેકટર ફળદ્રુપ જમીનો સંપાદિત થશે અને આ ખેડૂતો જમીન વિહોણા બનશે.
માત્ર ઐઘોગીક એકમો માટે કૃષીપ્રઘાન દેશના ખેડૂતો ના ભોગે રેલવે લાઈન નખાયા બાદ હજારો ખેડૂતો માટે મુસકેલી ઉભી થવાનો ભય છે.
આ માલવાહક રેલ પ્રોજેક્ટ માં ગીર સોમનાથ ના વેરાવળ, સુત્રાપાડા અને કોડીનાર તાલુકા ના 19 ગામો ના 1500 થી વધુ ખેડૂતો ની ફળદ્રુપ જમીન નો લેવાશે ભોગ… અને હજારો ખેડૂતો જમીન વિહોણા બનશે ત્યારે
ખેડૂતો એ કોઈ પણ ભોગે રેલવે લાઈન ન નખવા દેવા હાકલ કરી છે જરૂર પડે તો આંદોલનની પણ ત્યારી દર્શાવી છે આગામી દિવસો મા મરણીયો જંગ ખેલવા ની પણ ખેડૂતો તૈયારી દર્શાવી છે.

તસ્વીર મહેન્દ્ર ટાંક

Related posts

ચુડા શહેરી વિસ્તારમાંથી એક સગીર વિદ્યાર્થીનુ ત્રણ અજાણ્યા શખ્સોએ અપહરણ કર્યું

editor

મુળી વઢવાણ ધ્રાંગધ્રા તાલુકાના ૨૦ ગામનાં ખેડૂતો નર્મદાનાં નીર માટે મેદાનમાં

editor

ગીર સોમનાથ : આશાવર્કર બહેનોએ દેખાવો કર્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1