Aapnu Gujarat
Uncategorized

“કલ્પના ના સુર ” સુચિતા ભટ્ટ

શબ્દોના બાણ છે ઘાતક,  જેના થકી કોઈના દિલમાં ઉતરી જવાય ને કોઈના દિલમાંથી પણ ઉતરી જવાય
 
લેખકઃ- સુચિતા ભટ્ટ, અમદાવાદ
કોલમઃ- “કલ્પનાના સૂર”
 
જિંદગી ખરેખર ખૂબ જ સુંદર છે. કુદરતે દરેક વ્યક્તિને સુમધુર અને સરખું જીવન આપ્યું છે, દરેક વ્યક્તિને સમાન અંગો, મગજ, બુદ્ધિ અને દુનિયા આપી છે, તેના દરબારમાં ક્યાંયે અન્યાય નથી. પરંતુ વ્યક્તિ દુનિયામાં આવીને કુદરત વિરુદ્ધ ઘણા કામ કરે છે, જે ખુદ કુદરતની નજરમાં પણ યોગ્ય નથી હોતા. આજે આપણે કુદરતે આપેલી સૌથી મૂલ્યવાન અને જીવનમાં ખૂબ ઉપયોગી હોય તેવી વાણીની વાત કરીશું. શબ્દો એ પ્રત્યાયનનું મહત્વનું માધ્યમ છે. જયારે આપણે કોઈ વ્યક્તિ સાથે વાત કરતા હોઈએ ત્યારે આપણા શબ્દોથી આપણું વ્યક્તિત્વ નક્કી થાય છે. આપણે શું બોલીએ છીએ, આપણી ભાષા કેવી છે, આપણે કેવા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ, બોલતી વખતે આપણા શબ્દોના હાવ ભાવ કેવા છે તે દરેક વસ્તુની સામેવાળા પર સીધી અસર પડે છે. હા ક્યારેક એવું બની શકે કે આપણો કેવાનો ભાવાર્થ સારો હોય, પરંતુ શબ્દો આપણા યોગ્ય ના હોય તો પણ વ્યક્તિને દુઃખ થઇ શકે છે અને તેની નજરમાં આપણી છાપ ખરાબ પડે છે. કોઈકએ ખૂબ સરસ કહ્યું છે કે, વાણીમાં ખૂબ જ મધુરતા હોવી જોઈએ, જે મનને ખૂબ પ્રસન્ન કરે અને બીજાને તો શબ્દો સાંભળીને ખુશી થાય જ પરંતુ પોતાને પણ ખૂબ જ ખુશી થાય એ પણ પોતાના શબ્દો થકી. મિત્રો જીવન ખૂબ જ મધુર છે, પરંતુ ચોક્કસ નથી. ક્યારેય જીવનમાં કઈ પણ થાય તે નક્કી ના કહી શકાય,જ્યાં સુધી ઈશ્વર જીવાડે ત્યાં સુધી ક્યારેક આપણા શબ્દો થકી કોઈ ને દુઃખ થાય તેવું વર્તન અને શબ્દો આપણા ના હોવા જોઈએ. સારા શબ્દોથી ઘણા બધા ફાયદા જીવનમાં થાય છે, જેમ કે દરેકના દિલમાં આપણે રાજ કરી શકીએ છીએ અને ભગવાને જીવન બનાવ્યું છે. ક્યારેક તો આપણને એક બીજાની જરૂર તો પડે જ છે. આપણો વ્યવહાર દરેક જોડે યોગ્ય હોય તો વ્યક્તિ ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ આપણો સહારો બની શકે છે. બીજાની નજરમાં અલગ જ વ્યક્તિત્વ આપણું દેખાય છે અને ચાર જગ્યાએ આપણી પ્રશંસા થાય છે. ઘર,કુટુંબ, સમાજ અને રાષ્ટમાં આપણી અલગ તસવીર બંને છે. આપણી પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકેની છબી આપણા સામાજિક અને આર્થિક બન્ને પાસાઓ માટે ખૂબ જ ઉપયોગી બંને છે. ફક્ત બે સારા શબ્દોથી કોઈના મુખ પર આપણે ખુશી લાવી શકતા હોય તો એનાથી વિશેષ જિંદગીમાં શું જોઈએ? પરંતુ કડવા શબ્દો આપણી છાપ તો ખરાબ પાડે જ છે. એનાથી અધિક આપણી પ્રતિષ્ઠાને પણ નુકશાન પહોચે છે. આપણા સબંધો ધીમે ધીમે લોકો જોડે બગડવા લાગે છે અને આપણે લોકો જોડે યોગ્ય રીતે સમાયોજન સાધી શકતા નથી. કહેવાય છે કે વ્યક્તિની તનની સુંદરતા તેના સુંદર મુખ પર ઉપસી આવે છે. પરંતુ મનની સુંદરતા તે બોલે પછી જ થાય છે. તેથી જ કહેવાય છે કે શબ્દો મહામૂલી સપંત્તિ છે અને તેનો ઉપયોગ સમજી વિચારીને કરવો જોઈએ. અન્યથા ખોટ પડશે તે નક્કી છે. છોડેલા બાણ ક્યારેય પાછા લઈ શકાતા નથી, તે ખૂબ જ ઊંડે સુધી પહોંચીને વ્યક્તિને ઘાયલ કરે છે. તેવી જ રીતે શબ્દોના બાણ તો તેના કરતા પણ વધુ ખતરનાક હોય છે. તે વ્યક્તિના સમગ્ર અસ્તિત્વને હચમચાવી દે છે. કોઈના બોલેલા શબ્દોને અવગણી તો શકાય છે, પરંતુ ભૂલી શકાતા નથી. તેથી જ કહેવાય છે કે બોલવું તો પણ માપીને. જેમ જેવું તેવું ખવાય નહીં તેમ જેમ તેમ બોલાય પણ નહીં. ખરાબ જમેલુ જેમ શરીરને નુકશાન કરે છે, તેમ ખરાબ બોલેલુ સમગ્ર વ્યક્તિત્વને ઠેસ પહોંચાડે છે. તેથી જ વાણી અને વર્તન બન્નેમાં મધ જેવી મધુરતા રાખવી જોઈએ.

Related posts

મહેસાણા ખાતે જુદા જુદા ગુન્હાઓનો ભેદ ઉકેલતી મહેસાણા પોલીસ

editor

અમદાવાદ સિવિલમાં ૫૭ હેલ્થ વર્કર સંક્રમિત

editor

पनडुब्बियों से परमाणु मिसाइल का परीक्षण करेगा भारत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1