Aapnu Gujarat
Uncategorized

જૂનાગઢના પૂર્વ મેયર જીતુભાઈ હીરપરાનું અકસ્માતમાં મોત

જૂનાગઢમાં આવેલી ડેરવાણ ચોકડી નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં જૂનાગઢના પૂર્વ મેયર અને ભાજપના નેતા જીતુભાઈ હીરપરાનું નિધન થયું છે. તેમજ તેમનાં પત્નીની ગંભીર છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જૂનાગઢનાં પૂર્વ મેયર જીતુભાઈ હિરપરા તેમના ફાર્મહાઉસથી પરત ફરી રહ્યા હતા. કારમાં જીતુભાઈ અને તેમની પત્ની સવાર હતા. પરત ફરતા વેળાએ જુનાગઢમાં આવેલી ડેરવાણ ચોકડી પાસે તેમની કારને અકસ્માત નડ્યો હતો. કાર અને ટ્રક વચ્ચે થયેલા આ ગમખ્વાર અકસ્માતમાં જીતુભાઈનં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે કે તેમની પત્નીને હોસ્પિટલમાં ખસેડાયા હતા, હાલ તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે, જીતુભાઈ હીરપરા જૂનાગઢના વોર્ડ નંબર ૧૫ના ભાજપના કોર્પોરેટર અને પોરબંદરના પ્રભારી છે.

Related posts

જૂનાગઢ જિલ્‍લામાં હથીયાર બંધી

aapnugujarat

धोनी को लेकर 24 अक्टूबर को चयनकर्ताओं से बात करूंगा : गांगुली

aapnugujarat

पहली बार तीन शेर राजुला के शहरी क्षेत्र में घुस गये

aapnugujarat

Leave a Comment

UA-96247877-1