Aapnu Gujarat
ગુજરાત

ડાકોરમાં ફાગણી પૂનમે વિશેષ તૈયારીઓ

ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલા રણછોડરાયજી મંદિરમાં દર મહિનાની પૂનમે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. એમાંય વળી ફાગણી પુનમનું વિશેષ મહત્વ હોઈ મંદિરમાં લાખોની સંખ્યામાં ભક્તો પદયાત્રા કરી ડાકોરના ઠાકોરના દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે ડાકોરમાં ફાગણી પૂનમે વિશેષ તૈયારીઓ કરવામાં આવે છે.ફાગણી પૂનમને લઈને રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ ડાકોર પહોંચી રહ્યા છે. તયારે ડાકોરમાં પણ ફાગણી પૂનમ ઉજવવા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. મંદિર ટ્રસ્ટ દ્વારા પૂનમના આગળના દિવસનો મંદિરના દર્શનનો સમય પણ નક્કી કરી દેવામાં આવ્યો છે. ફાગણ પુનમના દિવસે ઉજવણી મામલે પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.ડાકોરના મંદિરને ધોળી ધજા અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે. અને લાખો પદયાત્રિઓ ધૂળેટી પર જ પાંચથી છ હજાર ધોળી ધજા અર્પણ કરી આસ્થા વ્યક્ત કરતા હોય છે. જોકે મંદિરને નિયમ મુજબ ત્રણ ધજા જ અર્પણ કરવામાં આવતી હોય છે અને બાકી રહેલી ધજાઓનો વાર તહેવાર ઉપયોગ થાય છે.
ફાગણી પૂનમના પવિત્ર દિવસે ડાકોરના ઠાકોર રણછોડરાયજીના દર્શન કરવા માટે પગપાળા જતા ભાવિકોની સંખ્યામાં નોધપાત્ર વધારો થયો છે.જેમ જેમ પુનમ નજીક આવે છે તેમ તેમ કૃષ્ણ ભક્તો પોતાના પરિવાર, મિત્રો સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ ડાકોરના ઠાકોર રણછોડરાયજીના દર્શન કરવા માટે ઉમટી પડયા છે.પદયાત્રા કરીને ડાકોર પહોચતા આસ્થિકોની સેવા માટે પણ લોકોમાં ઉત્સાહ છે. અમદાવાદથી ડાકોરના ૭૫ કિલોમીટરનો માર્ગ છેલ્લા કેટલાક દિવસથી ભક્તિ પથ બની ગયો છે અને ત્યાં એક કિલો મીટરના અંતરમાં જ ત્રણથી ચાર ભંડારાઓ ચાલી રહ્યા છે. સેવા કેમ્પમાં પદયાત્રિઓની સેવા કરવા માટે સેવકો ખડેપગે તૈનાત છે. સેવા કેમ્પોમાં પદયાત્રિકોને વિનામૂલ્યે ભોજન, ચા-નાસ્તો આપવામાં આવી રહ્યા છે.વિવિધ સંસ્થાઓ અને સમાજ એક થઈને પદયાત્રિકોની સેવામાં લાગે છે. તેઓને ચા-નાસ્તો, જમવા અને રહેવાથી સુવિધા કરી આપવામાં આવે છે. અને આ સેવાનો લાભ મેળવી પદયાત્રીઓ પણ થોડાક થાક ઉતારી પોતાની યાત્રા આગળ ચલાવે છે. ડાકોર ખાતે ફાગણની પૂનમ પર અંદાજે પાંચ લાખ શ્રદ્ધાળુઓ રણછોડરાયના દર્શન કરે છે.જેમાં મોટા ભાગના પદયાત્રા કરીને પહોંચતા હોય છે..હાથમાં ધોળી ધજા અને હૈયામાં રાજા રણછોડના નામ સાથે પદયાત્રા કરનારા પદયાત્રિકોની સેવા કરીને સેવાર્થી પણ ધન્યતા અનુભવે છે.

Related posts

યુવતી પર એસિડ એટેકના કેસમાં આરોપીને જન્મટીપ : મહેસાણા સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

aapnugujarat

તા.૨૧ મી એ ધાબા ગ્રાઉન્ડ રાજપીપલા ખાતે નર્મદા જિલ્લાકક્ષાની વિશ્વ યોગ દિવસની ઉજવણી

aapnugujarat

ચાંદખેડામાં ધાડપાડુઓ ત્રાટક્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1