Aapnu Gujarat
Uncategorized

દક્ષિણ ગુજરાતમાં પાણીનું સંકટ ઘેરૂ બન્યું, તમામ નદીઓ સુકી ભઠ્ઠ થતા લોકોને હાલાકી

નવસારી જિલ્લામાં ગણદેવી તાલુકામાંથી પસાર થતી નદીઓ સુકી ભઠ્ઠ થતા જળસંકટ ઘેરૂ બન્યુ છે. કાવેરી, અંબિકા સહિત નાની મોટી નદીઓ સુકાઇ જતા સ્થાનિકોને પાણી માટે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.આગઝરતી ગરમી ઓકતા મે મહિનાની હજૂ તો શરૂઆત થઇ છે ત્યાં જ પાણીની પળોજણ રાજ્યભરમાં શરૂ થઇ ગઇ છે. નદીઓના નીર સુકાવા લાગ્યા છે. ગણદેવી તાલુકામાંથી પસાર થતી કાવેરી અને ખરેરા નદીઓનો મોટા ભાગનો પટ સુકાઇ ગયો છે. મોટી મોટી તીરાડો પડી ગઇ છે.અંબિકા નદીના તળ પણ દેખાઇ રહ્યા છે. દેવધા ટાઈડલ ડેમ ખાલી ખમ થઇ જતા ગણદેવીના કાંઠાના ગામડાઓ સહિત બીલીમોરા શહેરને પાણી સમસ્યા વિકટ બનશે.સરકારી આયોજનના અભાવે લોકોએ પાણી માટે વલખાં મારવા પડી રહ્યા છે. બીલીમેરા પાલિકાએ ગત વર્ષે લાખો રૂપિયા ખર્ચી તળાવ ઉંડું કર્યુ હતુ પરંતુ નીર ભરવામાં આવ્યા નથી. નદીમાંથી તળાવમાં પાણી લાવવા માટે પણ પાલિકા વીજળીનું મીટર લેવું કે જનરેટરનો ઉપયોગ કરવો એનો પણ ચાર વર્ષોથી નિર્ણય કરી શકી નથી. બીલીમોરા પાલિકાએ સમસ્યાના નિરાકરણ માટે પાણી કાપ મૂક્યો છે જેના કારણે ગણદેવીના કાંઠાના ગામોમાં લોકોએ વેચાતું પાણી લેવાની ફરજ પડી છે.રાજ્યના આંતરિયાળ ગામોમાં મે મહિનાની શરૂઆતમાં જ પાણીની પળોજણમાં વધારો થયો છે. આગઝરતી ગરમી વચ્ચે ગ્રામજનોને મહત્વના કામો પડતા મુકી પાણી માટે લાઇનમાં ઉભવુ પડે છે ત્યારે સરકાર નર્મદાના નીર નદીઓમાં ક્યારે પહોંચાડશે તે જોવુ રહ્યું.

Related posts

ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત હસનાવદર,ઉમરાળા અને ઇણાજ ગામે મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમ યોજાયો

aapnugujarat

बारिश से टंकारा, कोडिनार, बनासकांठा सहित के क्षेत्रों में भारी नुकसान

aapnugujarat

સોમનાથ ટ્રસ્ટનું પર્યાવરણ જતન ક્ષેત્રે આગવું પગલું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1