Aapnu Gujarat
ગુજરાત

આ કાવતરાખોર સરકાર છે, પાંચ વર્ષમાં સૌથી વધુ સૈનિક શહિદ થયા : શંકરસિંહ વાઘેલા

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને એનસીપીના નેતા શંકરસિંહ વાઘેલાએ એવું નિવેદન આપ્યું છે કે, ૨૩મી મેના રોજ ભાજપ કેન્દ્ર અને ગુજરાતમાં એમ બંને જગ્યાએ સત્તામાંથી હાથ ધોઈ બેસશે. ગુજરાતમાં સરકાર તૂટી જાય એટલા ભાજપના ધારાસભ્યો પોતાના સંપર્કમાં હોવાનો તેમણે દાવો કર્યો છે.ત્યાં જ શંકરસિંહ વાઘેલાએ ગુજરાત સ્થાપના દિન નિમિતે લાલદરવાજા સ્થિત ઇન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી. આ સાથે જ આજે ગુજરાતના ૬૦માં સ્થાપના દિનના દિવસે એનસીપીના કાર્યાલયનું ઉદ્ધઘાટન કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ પત્રકાર પરિષદ યોજીને ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા.
શંકર સિંહ વાઘેલાએ પત્રકાર પરિષદ યોજી કહ્યું હતું કે, ૨૩ મેંના પરિણામ પછી દિલ્હી અને ગુજરાતના શાસનમાંથી મુક્ત થશે. ગુજરાત શિક્ષણ આરોગ્ય અને પ્રાથમિક સુવિધામા વંચિત રહ્યો છેં.
ગત પાંચ વર્ષમાં દેશને દેવામા ડૂબાડ્યા છેં. પચાસ લાખ જેટલા ભણેલા બેરોજગાર લોકો છેં. દસ હજાર જેટલા ગામડાઓમા પીવાના પાણીની તકલીફો છેં. સિંચાઇમા અને પીવામાં નર્મદા જ એક માત્ર આશરો છેં. લોકસભામાં આતંકવાદના નામ પર ભાજપા મત માંગી રહ્યા છેં.
કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરતા શંકર સિંહ વાઘેલાએ કહ્યું કે, આ કાવતરાખોર સરકાર છેં. પાંચ વર્ષમાં સૌથી વધુ સૈનિક શહિદ થયા છે. રક્ષક ભક્ષક બન્યા છેં તેનું ઉદાહરણ ગોધરામાં આપ્યું છેં. લોકોનું કત્લેઆમ કરીને મતો માંગે છેં અને લોકોને ભ્રમિત કરે છે. વડાપ્રધાનને મારો જવાબ છેં કે ટિએમસી ની વાતો કરો છો પણ ભાજપના લોકો પણ અમારા કોન્ટેક્ટમા છેં.

Related posts

અમદાવાદમાં ગેરકાયદે દબાણો પર તવાઇ

aapnugujarat

आईएएस-आईपीएस परीक्षा के तालीम वर्ग शुरु किए जाएगे : वसावा

aapnugujarat

विश्व के १०० महानतम स्थानों की सूची में स्टैचू ऑफ यूनिटी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1