Aapnu Gujarat
Uncategorized

ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત હસનાવદર,ઉમરાળા અને ઇણાજ ગામે મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમ યોજાયો

દરેક બાળકને જન્મવાનો અધિકાર છે તેમ તમામ રોગ અટકાયતી રસી લેવાનો અધિકાર પણ છે જ સમગ્ર ભારતમાં બાળ મૃત્યુદર ઘટાડવા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ગુજરાતના અન્ય જિલ્લાઓની જેમ ગીર-સોમનાથ જિલ્લામાં પણ જે બાળકો રસીથી વંચીત રહી ગયેલ હોય અથવા અધુરી રસીઓ મુકાવેલ હોય તેવા બાળકો તથા રસીથી વંચીત રહેલ સર્ગભા માતાઓ માટે અભિયાન એટલે મિશન ઇન્‍દ્રધનુષ રસીકરણ કાર્યક્રમને અમલમાં મુકવામાં આવેલ છે. જે અંતર્ગત ગીર-સોમનાથ જિલ્લાનાં હસનાવદર, ઉમરાળા અને ઇણાજ ગામે ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી બી.એલ.આચાર્યએ મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમને સફળ બનાવવાં અંગે જરૂરી માર્ગદર્શન સાથે સુચનાઓ આપી હતી.

ઉપરાંત ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત તા. ૨૪/૪/૧૮ નાં રોજ ગીર-સોમનાથ જિલ્લાનાં હસનાવદર,ઉમરાળા અને ઇણાજ ગામે ગ્રામસભા યોજાશે. જેમાં માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી આ અભિયાન અંતર્ગત દુરદર્શન ચેનલ મારફતે ૧૨:૫૫ કલાકે પ્રવચન આપશે. જેમાં ગામનાં સરપંચશ્રી, સદસ્યો, ગ્રામસભાનાં સભ્યો અને ગ્રામજનોને ઉક્ત કાર્યક્રમ નિહાળવા તેમજ તા. ૩૦/૪/૧૮ નાં રોજ આયુષ્યમાન દિવસની ઉજવણી નિમિત્તે યોજાનાર સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી બી.એલ.આચાર્યની યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર :- ભાસ્કર વૈધ (સોમનાથ)

Related posts

મહેસાણાના કોંગ્રેસ મહામંત્રી કીર્તિસિંહ ઝાલા સસ્પેન્ડ

editor

ઉપલેટામાં ગંદકીનું સામ્રાજ્ય

editor

લીંબડી રોટરી ક્લબ ઓફ સુરેન્દ્રનગર દ્વારા રક્તદાન શિબિર યોજાઈ

editor

Leave a Comment

UA-96247877-1