Aapnu Gujarat
Uncategorized

ગીર-સોમનાથ જિલ્લામાં યોજાયેલ લોક અદાલતમાં ૭૩૭ કેસોનો નિકાલ કરાયો

ગીર-સોમનાથ જિલ્લામાં પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસો પુરા થાય તે માટે પ્રિ-લીટીગેશન કેસો તથા પેન્ડીંગ કેસો માટે તાજેતરમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, નવી દીલ્હી અને ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળનાં માર્ગદર્શન હેઠળ યોજાયેલ લોક અદાલતમાં ૭૩૭ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ચેક રિર્ટન, બેંક લેણા, વાહન અકસ્માત, લેબર, વીજબીલ ને લગતા કેસ, પાણી બીલને લગતા કેસ, સર્વિસ મેટર, લગ્ન સબંધી, જમીન સંપાદનને લગતા કેસો મુકવામાં આવેલ હતા. જેમાં બંને પક્ષકારો વચ્ચે સુખદ સમાધાન થતા પ્રિ-લીટીગેશન કેસો ૨૨૩,પેન્ડીંગ કેસો ૩૩૧ અને સ્પેશીયલ સીટીંગમાં કેસો ૧૮૩ મળી કુલ ૭૩૭ કેસોનો નિકાલ કરાયો છે. તેમ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળનાં સેક્રેટરીશ્રી એ.એમ.પાટડીયાની યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર :- ભાસ્કર વૈધ (સોમનાથ)

Related posts

શ્રી સોમનાથ મંદિર ખાતે યાત્રી સુવિધા હેતુ ચોપાટી ખાતે તૈયાર કરવામાં આવેલસાર્વજનીક શૌચાલયનો પ્રારંભ કરવામાં આવ્યો

aapnugujarat

ગીર સોમનાથ જિલ્લા કોંગ્રસ ની જન આક્રોશ રેલી…રેલી સ્વરૂપે ડે.કલેક્ટર શ્રી ને કોંગ્રેસ આગેવાનો દ્વારા અપાયું આવેદન પત્ર આપ્યું

aapnugujarat

વણાકબારાના દરિયામાં બોટ ગરકાવ

editor

Leave a Comment

UA-96247877-1