Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સગીરા રેપ કેસમાં આસારામને આજીવન કારાવાસની સજા

ઉત્તરપ્રદેશની શાહજદહાપુરની દલિત કિશોરી પર રેપના મામલે જોધપુરની ખાસ કોર્ટે આજે વિવાદાસ્પદ ગોડમેન આસારામ સહિત ત્રણ આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા અને તેમને કઠોર સજા ફટકારી હતી. એકબાજુ હાલ જેલની હવા ખાઈ રહેલા આસારામને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી હતી. જ્યારે તેમને મદદ કરનાર બે સાથી શિલ્પી અને શરદચંદ્રને ૨૦-૨૦ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. સ્પેશિયલ ટ્રાયલ કોર્ટ દ્વારા જાતે બની બેઠેલા ગોડમેન આસારામને આ કઠોર સજા ફટકારી હતી. જોધપુર સેન્ટ્ર્‌લ જેલમાંથી જ ચુકાદો અને સજા બંને જાહેર કરવામાં આવી હતી. આસારામના સમર્થકો તરફથી કોઈપણપ્રકારની તોડફોડ કરવામાં ન આવે અને કોઈ હિંસા ન ફેલાય તે હેતુસર જેલમાંથી ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે ઓગષ્ટ મહિનામાં ગુરમિત રામરહિમ કેસમાં ચુકાદો આવ્યા બાદ વ્યાપક હિંસા ભડકી ઉઠી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા. આ ઘટનાથી બોધપાઠ લઈને આસારામના મામલામાં જોધપુર સેન્ટ્રલ જેલમાં ખાસ કોર્ટ રાખવામાં આવી હતી. આ ખાસ કોર્ટમાં એસસી-એસટી કોર્ટના જ ખાસ જજ મધુસુદન શર્મા તરફથી આ ચુકાદો આપવામાં આવ્યો હતો. આસારામને કોઈપણ પ્રકારની રાહત આપવાનો ઈનકાર કરતા જજ મધુસુદન શર્માએ કહ્યું હતું કે આસારામનો અપરાધ ખુબજ ઘૃણાસ્પદ છે. તેમને મોત સુધી જેલમાં રહેવું પડશે. કોર્ટે આસારામને પોક્સો અને એસસી-એસટી એક્ટ સહિત ૧૪ કલમોમાં દોષિત જાહેર કર્યા હતા. આસારામના વકીલ તરફથી સજાને ઘટાડવા માટે જુદી જુદી દલીલો કરવામાં આવી હતી. જેમાં વય માટેનું કારણ પણ અપાયું હતું પરંતુ ખાસ જજ મધુસુદન શર્મા પર કોઈ અસર થઈ ન હતી. આસારામની વય હાલમાં ૭૮ વર્ષની આસપાસ છે. જ્યારે અપરાધ વખતે તેમની વય ૭૪ વર્ષની હતી. ૧૦ વર્ષથી ઓછી સજા કરવા તેમના વકીલ તરફથી દલીલ કરવામાં આવી હતી. આજે આજીવન કારાવાસની સજા થતાની સાથે જ આસારામની મુશ્કેલીમાં વધારો થયો છે. આસારામના મામલે નિર્ણય કરવા માટે જોધપુરની સેન્ટ્રલ જેલમાં જ ખાસ અદાલત ગોઠવી દેવામાં આવી હતી. ચુકાદા દરમિયાન સમગ્ર જોધપુરમાં ફ્લેગ માર્ચ કરીને સ્થિતીને શાંતિપૂર્ણ જાળવવા માટેના તમામ પ્રયાસો કર્યા હતા. પહેલાથી જ સાવચેતીના તમામ પગલા લેવામાં આવ્યા હતા. જિલ્લામાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી હતી. સાતમી એપ્રિલના દિવસે તેમના કેસમાં સુનાવણી પૂર્ણ કરી લેવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે ૨૮મી ઓગસ્ટના દિવસે રેપના આ મામલામાં કોર્ટ કાર્યવાહીમાં વિલંબને લઈને પ્રશ્નો ઉઠાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે મામલાની સુનાવણીમાં વિલંબ થવાને લઈને નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, બિનજરૂરી વિલંબ થઈ રહ્યો છે. સાક્ષીઓ ઉપર હુમલા કરવામાં આવી રહ્યા છે. હુમલાના કારણે બે સાક્ષીઓના મોત પણ થઈ ચુક્યા છે. તમામ લોકો જાણે છે કે જોધપુર પોલીસે ૩૧મી ઓગસ્ટ ૨૦૧૩ના દિવસે આસારામની ધરપકડ કરી હતી. ત્યારબાદથી આસારામ જેલની હવા ખાઈ રહ્યા છે. શાહજહાપુરની પિડિતાના મામલામાં ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. પિડિતાના પરિવારના સભ્યોએ આક્ષેપ કરતા કહ્યું છે કે, આસારામના સમર્થકોે દ્વારા તેમને હેરાન પરેશાન કરવામઆ પહેલા સુપ્રીમ કોર્ટે રાજસ્થાન અને ગુજરાતમાં નોંધાયેલા મામલામાં આસારામને જામીન આપવાનો ઈનકાર કર્યો હતો. સુરતમાં બે બહેનોએ આસારામ અને તેમના પુત્ર નારાયણ સાંઈ પર બાનમાં પકડી રાખીને બળાત્કાર ગુજરવાનો આક્ષેપ કર્યો હતો. નારાયણ સાંઈ પણ હાલ જેલમાં છે. આસારામ અને નારાયણ સાંઈ બંન્ને પર સંકજો મજબુત કરવામાં આવ્યો છે.જોધપુર સેંટ્રલ જેલમાં છેલ્લા પાંચ વર્ષથી હવા ખાઈ રહેલા રેપના આરોપી આસારામના મામલામાં સુનાવણી સાતમી એપ્રિલના દિવસે પૂર્ણ કરવામાં આવી હતી. એસસી-એસટી કોર્ટે ૨૫મી એપ્રિના દિવસે આ હાઇ પ્રોફાઇલ કેસમાં ચુકાદો આપવાની વાત કરી ત્યારથી જ ભારે ઉત્તેજના હતી.આસારામ સાથે સંબંધિત આ મામલો ઉત્તર પ્રદેશના શાહજહાપુરમાં રહેતી પિડિતા સાથે સંબંધિત છે.વર્ષ ૨૦૧૩માં શાહજહાપુરની ૧૬ વર્ષીય યુવતીએ આસારામ પર તેમના જોધપુર આશ્રમમાં બળાત્કાર ગુજારવાનો આક્ષેપ કર્યો હતો. દિલ્હીના કમલા માર્કેટ પોલીસ સ્ટેશનમાં આ કેસ દાખલ કરવામાં આવ્યા બાદ જોધપુર ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ચુકાદાને લઇને દિલ્હીથી રાજસ્થાન સુધી એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. કોઇપણ હિંસાના બનાવ ન બને તે માટે પગલા લેવામાં આવ્યા છે. અત્રે નોંધનીય છે કે, ઉત્તરપ્રદેશના શાહજહાંપુરની સગીરા દ્વારા કથિતરીતે આસારામ પર જોધપુરની બહારના વિસ્તારમાં પોતાના આશ્રમમાં બળાત્કારનો આક્ષેપ કર્યો હતો તે વખતે ભોગ બનેલી સગીરા આશ્રમમાં રહેતી હતી અને તે ૧૬ વર્ષની હતી. દિલ્હીના કમલા માર્કેટ પોલીસ સ્ટેશનમાં આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

Related posts

अंधविश्वास : एक किसान ने बेहतर फसल के लिए अपने भतीजे की दी बलि

aapnugujarat

We want a Swachh, Sundar and Surakshit Karnataka: PM Modi

aapnugujarat

उत्तराखंड में ग्लेशियर टूटने से आई बाढ़, 14 लोगों के शव बरामद

editor

Leave a Comment

UA-96247877-1