Aapnu Gujarat
રાષ્ટ્રીય

જોધપુરમાં કલમ-૧૪૪ વચ્ચે આસારામ ચુકાદો જાહેર થયો

દલિત યુવતી પર બળાત્કારના મામલામાં આસારામને આજીવન કારાવાસની સજા કરવામાં આવ્યા બાદ આસારામના સમર્થકોમાં નિરાશા જોવા મળી હતી. બીજી બાજુ ચુકાદા પહેલા જ અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા સમગ્ર જોધપુરમાં રાખવામાં આવી હતી. કલમ-૧૪૪ અમલી કરવામાં આવી હતી. જોધપુર પોલીસે હિંસાને રોકવા માટે કલમ-૧૪૪ અમલી કરી દીધી હતી. બીજી બાજુ જાતે બની બેઠેલા ગોડમેન આસારામના સમર્થકોને લઈને પણ પોલીસે તૈયારી રાખી હતી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કોઈપણ કિંમતે ન વણસી શકે તે માટે પગલાં લેવાયા હતા. જેલ સંકુલની અંદર જ આજે ચુકાદો આપવામાં આવ્યો હતો. આ સંદર્ભમાં રાજસ્થાન હાઈકોર્ટને વિનંતી કરવામાં આવ્યા બાદ આ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ૨૧મી એપ્રિલથી લઈને ૩૦મી એપ્રિલ વચ્ચેના ગાળામાં પ્રતિબંધાત્મક આદેશો જોધપુર શહેરમાં અમલી રહેશે. આસારામના આશ્રમોને ખાલી કરી દેવામાં આવ્યા હતા. તેમના સમર્થકોને કોઈપણ જ્ગ્યાએ રોકાવવા માટેની મંજુરી ન આપવા ગેસ્ટ હાઉસ અને હોટલોને આદેશ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત બસ અને રેલ્વે સ્ટેશન ઉપર પણ નજર રાખવામાં આવી હતી. આસારામના સમર્થકો કોઈપણ કિંમતે જોધપુરમાં પ્રવેશ ન કરે તે માટે પગલા લેવામાં આવ્યા હતા. જોધપુરના ડીસીપી અમનદીપસિંહે આ મુજબની વાત કરી હતી. રાજસ્થાન, ગુજરાત, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં વધારાના સુરક્ષા જવાનો ગોઠવી દેવામાં આવ્યા હતા. સહાજાનપુર જિલ્લા વહીવટી તંત્રએ પણ બળાત્કારનો શિકાર થયેલી સગીરાના આવાસની આસપાસ મજબૂત સુરક્ષા ગોઠવી હતી. આસારામ દ્વારા ૧૨ વખત જામીનની અરજીઓકરવામાં આવી હતી. જે પૈકી છને ટ્રાયલ કોર્ટે ફગાવી હતી. ત્રણને રાજસ્થાન હાઈકોર્ટે ફગાવી હતી. જ્યારે ત્રણને સુપ્રિમ કોર્ટે ફગાવી હતી.

Related posts

મોબાઇલને આધાર સાથે વેરિફાઇની પ્રક્રિયા સરળ

aapnugujarat

ઇપીએફઓ વ્યાજદર ૮.૫૫ ટકા રાખવાની દરખાસ્તને મંજુરી

aapnugujarat

राज्यसभा से पत्ता कटने पर कुमार का कटाक्ष

aapnugujarat

Leave a Comment

UA-96247877-1