Aapnu Gujarat
રાષ્ટ્રીય

મોબાઇલને આધાર સાથે વેરિફાઇની પ્રક્રિયા સરળ

સરકાર સિમકાર્ડને આધાર સાથે વેરિફાઇ કરવાની પ્રક્રિયાને સરળ બનાવવા જઇ રહી છે. સત્તાવાર સૂત્રોએ માહિતી આપતા કહ્યું છે કે, રિવેરિફિકેશનની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવશે અને મોબાઇલ યુઝર્સ ઘેર ેસીને જ મોબાઇલ નંબર આધાર સાથે વેરિફાઇ કરાવી શકશે. મોબાઇલ નંબર સાથે આધાર કાર્ડને લિંક કરવાની પ્રક્રિયાને સરળ કરવા માટે સરકાર વન ટાઈમ પાસવર્ડ (ઓટીપી) અને લોકોના ઘરો રિવેરિફિકેશનની સુવિધા આપી શકે છે. હજુ સુધી મોબાઇલ નંબરને આધાર સાથે લિંક કરવા માટે એનરોલમેન્ટ સેન્ટર ઉપર જવાની ફરજ પડી રહી હતી. મોબાઇલ કંપનીઓને હવે આદેસ આપવામાં આવશે કે રિવેરિફિકેશન મોબાઇલ યુઝર્સના ઘરે જ ઉપલબ્ધ કરાવવામાં આવે. આનો ફાયદો વરિષ્ઠ નાગરિક, બિમાર રહેલા વ્યક્તિઓ અને દિવ્યાંગોને મળશે. મોબાઇલ કંપનીઓને કહેવામાં આવી રહ્યું છે કે, ઓનલાઈન વેરિફિકેશન માટે સંપૂર્ણતંત્ર તૈયાર કરવામાં આવે જેનાથી યુઝર્સને કોઇ તકલીફ થશે નહીં. નવા મોબાઇલ નંબર લેવા માટે આધાર કાર્ડ પહેલાથી જ ફરિજિયાત છે પરંતુ સરકારે જુના યુઝર્સને પણ સિમ આધાર સાથે લિંક કરવા કહ્યું છે.

Related posts

मायावती ने टि्‌वटर पर बनाया अपना आधिकारिक अकाउंट

aapnugujarat

કાશ્મીર ખીણ પ્રદેશમાં ફરી હુમલા કરવા ત્રાસવાદી નવીદ સજ્જ

aapnugujarat

આજે દેશમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1