Aapnu Gujarat
ગુજરાત

દિયોદરના નવા ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

પારદર્શક પ્રશાસન માટે પ્રતિબદ્ધ સરકાર દ્વારા પ્રજાની માંગણી, લાગણી અને અપેક્ષા પૂર્ણ કરવા અને યોજનાઓનો લાભ મળી રહે તે હેતુથી સેવા સેતુ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે ત્યારે દિયોદર તાલુકાના નવા ગામની પ્રાથમિક શાળામાં પાંચમો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ સેવા સેતુ કાર્યક્રમમાં સુરાણા, મુલકપુર, વખા, નવા, રૈયા ,બોડા દિયોદર તાલુકાના ગામના લોકોને લાભ મળ્યો હતો. સેવાસેતુ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓ જેવી કે આવકના દાખલો ,રેશન કાર્ડમાં નામ દાખલ, નવીન રેશનકાર્ડ બનાવવા, નામ કમી કરવું ,નામમાં સુધારો કરવો, અમૃતમ યોજના, ગ્રામ્ય વિકાસ પંચાયત, ઉદ્યોગ સમાજ કલ્યાણ, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, વૃદ્ધ પેન્શન, વિધવા પેન્શન, દિવ્યાંગ પેન્શન,વય વંદના નિરાધાર સંકટમોચન, વિવિધ યોજનાઓઓનો લાભ લોકોને સ્થળ પર આપ્યો હતો.
કાર્યક્રમની શરૂઆત માં બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજુ કરીને સ્વાગત કરાયું હતું.આ પ્રસંગે દિયોદર પ્રાંત અધિકારી, દિયોદર તાલુકા વિકાસ અધિકારી, ડી.ડી.ઓ, ટી.પી.ઓ, વિવિધ શાખાના અધિકારીઓ નવા ગ્રામ પંચાયતના સરપંચ, જામાભાઈ પટેલ (જિલ્લા બેસ્ટ શિક્ષક ), પ્રદીપ શાહ, મલાભાઈ પટેલ ( દેસાઈ હિંદવાળી પરગણું )અમરાભાઈ પટેલ મંત્રી) જ્યંતી પટેલ ( દૂધ ડેરી મંત્રી ), રણછોડ ભાઈ સામાજિક અગ્રણી) વગેરે હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

१९९४ के बाद हुई इतनी ज्यादा बारिश, टूटा २५ साल का रेकॉर्ड : मौसम विभाग

aapnugujarat

દિલ્હીમાં સ્વિમિંગ પૂલમાં સાથી મહિલા ઓફિસરને બચાવવા જતાં આઈએએસનું મોત

aapnugujarat

લખતરના વરસાણી ગામના યુવકે ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1