Aapnu Gujarat
ગુજરાત

ભદ્રવાડી ગામમાં દાઉદી બોહરા સમાજના ધર્મગુરુએ મોકલેલ ‘‘સાહેબે દાવત’’નું સ્વાગત કરાયું

બનાસકાંઠા જિલ્લાનાં કાંકરેજ તાલુકાના અનેક ગામોમાં દાઉદી બોહરા સમાજના લોકો વસવાટ કરે છે, તેમાંથી એક ભદ્રવાડી ગામમાં બોહરા સમાજના લોકો પણ રહે છે. આ ગામમાં દરેક લોકો ભાઈચાારથી રહે છે.
આજે દાઉદી બોહરા સમાજમાંથી તેમના ધર્મગુરુ સૈયદના સાહેબે મોકલેલા ‘‘સાહેબે દાવત’’ ભદ્રવાડી ગામે મહેમાન તરીકે આવ્યા હતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતમાં જુની કહેવત છે કે ‘‘અતિથિ દેવો ભવઃ’’ જેને સાર્થક કરતાં ગામનાં દરેક સમાજનાં લોકોએ દાઉદી બોહરા જમાઅત,ભદ્રવાડીના સેક્રેટરી અને જમાઅત મેમ્બર તેમજ બોહરા સમાજના લોકોએ સાથે મળીને ‘‘સાહેબે દાવત’’નું ગુલદસ્તો આપી ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું.
(તસવીર / અહેવાલ :- મોહંમદ ઉકાણી કાંકરેજ,બનાસકાંઠા)

Related posts

સુરત: શિક્ષણ મેળવવા કોઈ ઉંમર નથી હોતી, તડકેશ્વરમાં દિકરીએ ભણાવતા ૪૨ વર્ષિય પિતા ધો.૧૦ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે.!

aapnugujarat

વડોદરામાં રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના અધ્યક્ષશ્રીએ સફાઇ કર્મીઓની રજૂઆતો સાંભળી

aapnugujarat

Selffinanced schools agreed to state govt’s proposal of reducing tuition fees by 25% for 2020-21

editor

Leave a Comment

UA-96247877-1