Aapnu Gujarat
ગુજરાત

સ્વચ્છતા અભિયાન સર્વેક્ષણ – ૨૦૨૦ વોલ પેઈન્ટિંગ કોમ્પિટિશન

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વોલ પેઈન્ટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શેઠ સી.એન. ફાઇન આટ્‌ર્સ કોલેજના લેક્ચરર અને વિદ્યાર્થીને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ કોમ્પિટિશનમાં પોતાની આર્ટ અને ક્રિએશન દ્વારા વિદ્યાર્થી મિત્રોએ પેઈન્ટિંગમાં સમાજને સ્વચ્છતા અભિયાનના મેસેજ આપ્યા હતા. સ્પર્ધામાં પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને ગાંધીનગરના મેયર, કમિશનરશ્રી, કોર્પોરેટર અને શહેરની જાણીતી હસ્તીઓ દ્વારા સર્ટીફીકેટ અને બેસ્ટ પ્રાઈઝ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવામાં ગાંધીનગર મહાનગરપાલિકા અને પ્રિન્સિપાલ શ્રી ભરત પટણી ફાઇન આટ્‌ર્સ કોલેજના લેક્ચરર રાજેશ બારૈયા, શૈલેષ દવે અને મિલિન્દ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એક દિવસીય આ વોલ પેઈન્ટિંગ કોમ્પિટિશન દ્વારા શેઠ સી.એન. ફાઇન આટ્‌ર્સ કોલેજના વિદ્યાર્થીઓએ પ્રશંસનીય કામ કર્યું હતું.
(તસવીર / અહેવાલ :- હિતેશ ગજ્જર, અમદાવાદ)

Related posts

વડોદરામાં શિક્ષકે વિદ્યાર્થીનીને પીંખી નાંખી

aapnugujarat

નરેશ કનોડિયાનું કોરાનાના કારણે નિધન

editor

છેલ્લાં ૪૮ કલાકમાં અમદાવાદ શહેરમાં ત્રણ હત્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1