Aapnu Gujarat
ગુજરાત

વડોદરામાં શિક્ષકે વિદ્યાર્થીનીને પીંખી નાંખી

વડોદરામાં શિક્ષણ જગતને કલંકિત લગાડતો બનાવ સામે આવ્યો છે. શહેરના માંજલપુર પોલીસ મથકે ૧૨માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે કલાસીસના શિક્ષક દ્વારા છેલ્લા એક વર્ષથી દુષ્કર્મ આચર્યા હોવાની ફરિયાદ નોંધવા પામી છે. જ્યારે પોલીસે હવસખોર શિક્ષકની શોધખોળ આરંભી છે. પ્રાપ્ત વિગત અનુસાર સંસ્કારી નગરી વડોદરા શિક્ષણના ધામ તરીકે પણ ઓળખાય છે જ્યારે શિક્ષકે જ આ નગરીને કલંકિત કરતું કૃત્ય આચર્યું છે. શહેરના અટલાદરા વિસ્તારના ખાનગી ક્લાસમાં જતી ૧૨માં ધોરણમાં અભ્યાસ કરતી એક કિશોરી સાથે કલાસીસના શિક્ષક દ્વારા વારંવાર દુષ્કર્મ આચરાયું હોવાનો કિસ્સો સપાટી આવ્યો છે. શહેરના અટલાદરા વિસ્તારમાં જય કલાસીસની આ ઘટના છે જેના વિનુભાઇ કટારીયા નામના શિક્ષક હોવાનું બહાર આવ્યું છે. જ્યારે આ શિક્ષક શહેરની એક ગ્રાન્ટેડ શાળામાં નોકરી કરતા હોવાનું બહાર આવ્યું છે. શિક્ષક વિનુભાઈ કટારીયા છેલ્લા એક વર્ષથી કિશોરી સાથે દુષ્કર્મ આચારતો હતો. જ્યારે શિક્ષકે કિશોરીના વિડીયો મોબાઈલમાં ઉતારી અને બ્લેકમેલ કરતો હોવાનું જાણવા મળ્યું છે.
એક વર્ષથી દુષ્કર્મ આચર્યા બાદ હવે મામલો અસહ્ય થતા કિશોરીએ પરિવારને જાણ કરી હતી. જ્યારે પરિવારે બે દિવસ પૂર્વે માંજલપુર પોલીસ મથકે અરજી કરી હતી. જ્યારે આજે પોલીસ એક્શનમાં આવી અને ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related posts

તાઉતે એ બાગાયતી પાકમાં વેર્યું વિનાશ

editor

વડોદરા જિલ્લામાં છેવાડાના માનવીને સમયસર અને પૂરતું અનાજ મળી રહે તે માટે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદાના અમલની સમીક્ષા બેઠક યોજાઇ

aapnugujarat

ડીસા ખાતે લિંબચ યુવા સંગઠન દ્વારા ચિંતન શિબિરનું આયોજન કરાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1