Aapnu Gujarat
ગુજરાત

વડોદરામાં રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના અધ્યક્ષશ્રીએ સફાઇ કર્મીઓની રજૂઆતો સાંભળી

રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના અધ્યક્ષશ્રી મનહરભાઇ ઝાલાએ આજે સરકીટ હાઉસ, વડોદરા ખાતે વડોદરા મહાનગરપાલિકા સહિત જિલ્લાની નગરપાલિકાઓમાં ફરજ બજાવતા સફાઇ કર્મીઓની રજૂઆતો સાંભળી તેના હકારાત્મક ઉકેલની હૈયાધારણ આપી હતી.

આયોગના અધ્યક્ષ સમક્ષ સફાઇ કર્મીઓના વિવિધ સંગઠનો દ્વારા નિવૃત્તિ બાદ સમયમર્યાદામાં નોકરી આપવી, સફાઇ કર્મીઓની ભરતી કરવી, મહાનગરપાલિકામાં લેબર ઓફિસરની જગા ભરવી, સફાઇ કર્મીઓ માટેની વિવિધ જોગવાઇઓનો અસરકારક અમલ કરવો, નિવૃતિ બાદ સફાઇ કર્મીના આશ્રિતને લાયકાતના ધોરણે નોકરી આપવી, સફાઇ કર્મીઓને આવાસો ફાળવવા, સફાઇ કર્મીઓના પ્રોવિડન્ટ ફંડના નાણાં પી.એફ. ઓફિસમાં જમા થયા નથી તે અંગે ઘટતુ કરવું, સફાઇ કર્મીઓને બઢતી આપવી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જેમ સફાઇ કર્મીઓ માટે વેલ્ફર ફંડ ઊભુ કરી જરૂરી લોન આપવી, હાલમાં ચાલતી ક્રેડીટ સોસાયટીમાં સફાઇ કર્મીઓને સભ્ય બનાવવા, સફાઇ કર્મીઓની મંડળીઓને જરૂરી કામ મળે તથા મહાનગરપાલિકામાં માત્ર નિવૃતિ કે મૃત્યુના કિસ્સામાં જ સફાઇ કર્મીઓની ભરતી કરાય છે તેને બદલે શહેરની વસતિના ધારાધોરણો મુજબ જરૂરી તમામ સફાઇ કર્મીઓની ભરતી કરવા સફાઇ કર્મીઓને કાયમી કરવા જેવી રજૂઆતો કરવામાં આવી હતી.

આયોગના અધ્યક્ષશ્રી મનહરભાઇ ઝાલાએ સફાઇ કર્મીઓ દ્વારા મળેલ રજૂઆતો મ્યુનિસિપલ કમિશનર ડૉ. વિનોદ રાવ, મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ તથા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે વિસ્તૃત છણાવટ કરી સફાઇ કર્મીઓના પ્રશ્નો સત્વરે હલ કરવા સૂચનાઓ આપી હતી.

આયોગ અધ્યક્ષશ્રી મનહરભાઇ ઝાલાએ જણાવ્યુ કે, ભારત સરકાર દ્વારા મેન્યુઅલ સ્કેવેન્જર્સ એક્ટ-૧૯૯૩ને રદ કરી મેન્યુઅલ સ્કેવેન્જર્સની પ્રથા જડમૂળમાંથી નાબૂદ કરવા વધુ અસરકારક જોગવાઇ કરી ધી પ્રોહીબીશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રીહેબીલીટેશન એક્ટ-૨૦૧૩ અમલી બનાવ્યો છે. આ અંગે શહેરી વિસ્તારો સહિત તાલુકા કક્ષાએ તકેદારી સમિતિઓની પણ રચના કરવામાં આવી છે. સફાઇ કર્મીઓ સમાજનું અભિન્ન અંગ છે, ત્યારે તેમને સ્પર્શતા વિવિધ પ્રશ્નોનો માનવીય અભિગમ અને સંવેદનાઓ સાથે સકારાત્મક ઉકેલ કરવા તેમણે અધિકારીઓને અનુરોધ કર્યો હતો. શ્રી ઝાલાએ સ્વચ્છ ભારતના પ્રધાનમંત્રીશ્રીના સ્વપ્નને સાકાર કરવામાં સફાઇ કર્મીઓ સંનિષ્ઠ સૈનિકો છે એટલે મ્યુનિસિપલના અધિકારીઓને સફાઇ કર્મીઓના ગાર્ડીયનની ભૂમિકા અદા કરવા તેમણે જણાવ્યુ હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરપાલિકામાં ૩૪૯૧, સાવલી નગરપાલિકામાં ૬૧, પાદરા નગરપાલિકામાં ૯૨, કરજણ નગરપાલિકામાં ૪૭, ડભોઇ નગરપાલિકામાં ૪૩ અને છોટાઉદેપુર નગરપાલિકામાં ૬૭ સહિત કુલ ૩૭૧૪ સફાઇ કર્મીઓ ફરજ બજાવે છે, ત્યારે સફાઇ કર્મીઓ સહિત તેમના બાળકોને જરૂરી શિક્ષણ, આરોગ્ય, આવાસ, વીજળીની સુવિધા મળે તે પરત્વે કાળજી લેવા તેમણે અધિકારીઓને જણાવ્યુ હતું.

આયોગના અધ્યક્ષશ્રીએ શહેરના જુનીગઢી, વાલ્મિકી વાસ, યાકુતપુરા, હાથીખાના, જેતલપુર સ્લમ કર્વાર્ટરમાં સફાઇ કર્મચારી વસતિની મુલાકાત લઈ તેમને મળતી સુવિધાઓની જાત માહિતી મેળવી હતી. આ અવસરે પૂર્વ મેયર શ્રી સુનિલ સોલંકી, સુરેશભાઇ મકવાણા, નાયબ નિયામક (અ.જા.) શ્રી પી.જી.ભાટી, નાયબ નિયામક (વિ.જા.) શ્રી એચ.એમ.વાઘાણી તથા અધિકારીઓ હાજર રહ્યા હતા.    

Related posts

શહીદોને અંજલી વેળા ભાજપ કોંગ્રેસની આક્ષેપબાજીથી ટીકા

aapnugujarat

૪૭ કરોડથી વધુ ચો.મી. ગૌચર જમીનો ઉપર ગેરકાયદે દબાણ

aapnugujarat

आज मोदी रिवरफ्रन्ट पर जनता को संबोधित करेंगे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1