Aapnu Gujarat
ગુજરાત

વડોદરા ખાતે મહિલાઓ માટેના ખાસ રોજગાર મેળામાં વિવિધ નોકરીઓ માટે

તાજેતરમાં મોડલ કેરીયર સેન્ટર, તરસાલી, વડોદરા ખાતે મહિલા ભરતી મેળામાં કલેકટર પી. ભારતીએ મહિલા રોજગારવાંચ્છુ ઉમેદવારોને માર્ગદર્શન અને શુભેચ્છાઓ પાઠવી હતી. પુરૂષની સરખામણીમાં મહિલા વધારે લાગણીશીલ હોય છે તથા તેમને સોંપવામાં આવેલી જવાબદારી પુરા ખંતથી પૂર્ણ કરે છે. મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધે અને પુરૂષ સમોવડી બને તેવું મંતવ્ય કલેકટરશ્રીએ વ્યક્ત કર્યુ હતું. મહિલાઓ માટેની આઇ.ટી., સેલ્સ, માર્કેટિંગ, બીપીઓ, બેન્કીંગ, ગારમેન્ટ, હોસ્પિટાલીટી, ફાઇનાન્સ, ઇન્સ્યુરન્સ વગેરે વિવિધ ક્ષેત્રોની ૬૦૦૦થી વધુ ખાલી જગ્યાઓ મેળવવામાં આવી હતી. ભરતી મેળામાં ૫૫ નોકરીદાતા અને ૨૦૦૦થી વધુ ઉમેદવારો હાજર રહ્યા હતા. ૧૬૦૦થી વધુ મહિલા ઉમેદવારો પ્રાથમિક પસંદગી પામ્યા હતા. વડોદરા જિલ્લા રોજગાર કચેરીના મદદનીશ નિયામક (રોજગાર) શ્રી બી.એમ.ચાવડા, રોજગાર અધિકારી કુ.વિ.કે.ડામોર, યંગ પ્રોફેશનલ શ્રી દિવાકર સિંઘ, સી.એન.વી. ઇન્સ્પેક્ટર શ્રી બી.પી.પટેલ તથા રોજગાર કચેરીના તમામ સ્ટાફ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Related posts

કોંગ્રેસે લોકોને મફતનું લેવાની આદત પાડી : મનોહરલાલ ખટ્ટર

aapnugujarat

પતિના અનૈતિક સંબંધના ભાંડો ફૂટતા પત્નીને ઘરમાંથી કાઢી મૂકી

aapnugujarat

કોરોનાની ત્રીજી લહેર સામે ગુજરાત આરોગ્ય તંત્ર સજ્જ

editor

Leave a Comment

UA-96247877-1