Aapnu Gujarat
ગુજરાત

કોંગ્રેસે લોકોને મફતનું લેવાની આદત પાડી : મનોહરલાલ ખટ્ટર

ગાંધીનગરમાં ભાજપનું ક્લસ્ટર સંમેલન યોજાયા બાદ હવે ભાજપની ઉત્તર ગુજરાતની ત્રણ લોકસભાની બેઠક પર નજર છે. ત્યારે પાટણના ગોલાપુરમાં કલસ્ટર સંમેલનનુ આયોજન કરવામાં આવ્યુ હતું. પાટણ, બનાસકાંઠા અને મહેસાણા એમ ત્રણ લોકસભાની બેઠકો માટે ભાજપ કલસ્ટર સંમેલન યોજાયુ હતું. આ સંમેલનમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર હાજરી આપી હતી. સાથે પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલે પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. સાથે જ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા.
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આશા પટેલ ભારે રાજકીય ડ્રામેબાજી બાદ આખરે ભાજપમાં જોડાયા છે. આશા પટેલને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ભાજપનો ખેસ પહેરાવી ભાજપમાં વિધિવત રીતે સામેલ કર્યા છે. તો ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલે પણ આશા પટેલનું ભાજપમાં સ્વાગત કર્યું હતું.
ભાજપ કલસ્ટર સંમેલનમાં મનોહરલાલ ખટ્ટરે સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું કે, ભાજપને ૨૬ બેઠકો જીતાડવા અપીલ કરવા આવ્યો છું. ૨૦૧૪ની ચૂંટણીમાં વર્ષો પછી શુદ્વ રૂપે બહુમત સરકાર બનાવી છે. અગાઉ કોંગ્રેસની સરકારમાં જનતાએ ખુબ સહન કર્યું. અગાઉ દેશ નીચે જોવા મળતો હતો પરંતુ હવે દેશની સ્થિતિ બદલાઇ છે. દુનિયાના અનેક દેશો કરતા ભારત આગળ નિકળ્યો છે. મોદી સરકારે અનેક યોજનાઓ શરૂ કરી છે. આગામી ચૂંટણી જીતવા તૈયારીઓ કરવી પડશે. ૫ વર્ષની ઉપલબ્ધીઓ લોકોને જણાવવી પડશે. સ્વચ્છતાથી મત મળવાના નથી. સ્વચ્છતાથી લોકોનો સ્વભાવ બદલાશે. મનમાં પણ સ્વચ્છ વિચાર હોવો જોઇએ. કોંગ્રેસે લોકોને મફતમાં લેવાની આદત પાડી છે.

Related posts

સિવિલમાં એક દિવસના શિશુને ત્યજીને માતા ફરાર

aapnugujarat

વીજળી ખરીદી દ્વારા ખાનગી કંપનીઓને માલામાલ કરાઈ : સૂરજેવાલાના ભાજપ પર તેજાબી ચાબખા

aapnugujarat

નેશનલ ફુડ સિક્યુરિટી હેઠળ ખેડૂતને ખાસ તાલીમ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1