Aapnu Gujarat
ગુજરાત

સુરત: શિક્ષણ મેળવવા કોઈ ઉંમર નથી હોતી, તડકેશ્વરમાં દિકરીએ ભણાવતા ૪૨ વર્ષિય પિતા ધો.૧૦ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે.!

મન હોય તો માળવે જવાય” આ કહેવતને સાર્થક કહેવડાવી છે સુરતના તડકેશ્વરમાં રહેતા ત્રણ સંતાનના પિતા સોયબ મન્સુરીએ છે. નાનકડી ઇલેક્ટ્રીક ગેસની દુકાન ચલાવતા ત્રણ સંતાનના પિતાએ ૨૭ વર્ષ બાદ ધો.૧૦ ની પરિક્ષા આપી હતી. આજે મોટી દિકરી સાથે પરિક્ષા ખંડમાં બેસી ગણિતનું પેપર આપ્યું હતુ.

મિડીયા રિપોર્ટ મુજબ તડકેશ્વરના સોયબ મન્સુરીએ ૧૯૯૫ની સાલમાં ધો-૧૦ ની બોર્ડની પરિક્ષા આપી હતી. જો કે પરિક્ષા બાદ ગણિતમાં નાપાસ થતા ભણવા પ્રત્યે જેઓની રૂચિ ઉઠી ગઇ હતી. સોયેબ મન્સુરી સમય અને ઉંમર વિત્યે વેપાર ધંધામાં લાગી ગયા હતા. બાદમાં લગ્નજીવન દરમિયાન તેઓને ૩ સંતાનમાં સૌથી મોટી દીકરી ફેમિદા જે ભણવામાં હોશિયાર હોય પિતાના અધૂરા અભ્યાસને પૂરો કરવાની ચાહના અને ઝનૂન સાથે દીકરીએ પોતાના પિતાને ૨૭ વર્ષ પછી પરિક્ષા આપવા માટે પ્રોત્સાહિત કરી તૈયાર કર્યા હતા. દીકરી ફેમિદાએ પિતાને ભણાવ્યાના અંતે બુધવારે ધો.૧૦ નું ગણિતનું પેપર પિતા-પુત્રી સાથે માંડવીનાં અરેઠ ખાતે આવેલી જાગૃતિ ઉત્તર બનિયાદી શાળામાં બન્ને પરિક્ષા આપવા સાથે પહોંચ્યા હતા. વડીલ સોયેબભાઇને જોઇને પરિક્ષાર્થીઓ તો ઠીક પરંતુ સુપરવાઇઝરો પણ સોયેબ ભાઇની હિંમતને જોઇ અચંબિત રહી ગયા હતા. ૨૭ વર્ષ બાદ પારિવારિક જવાબદારી વચ્ચે સોયેબ મન્સુરીએ ફરી ભણવા રૂચિ બતાવી પરિક્ષા આપી અનોખું ઉદાહરણ પુરૂ પાડ્યુ હતુ.કહેવાય છે કે આજીવન વિદ્યાર્થી રહેવુ એ જીવનના ઘડતરમાં સૌથી મહત્તવની બાબત ગણાય છે. આ બાબત શિક્ષણ મેળવવાની દિશામાં પણ એટલી જ સૂચક ગણાય છે.

– પરિક્ષામાં બેસવા લાયક જ્ઞાન દીકરીએ આપ્યું :પિતા.

પિતા સોયેબભાઇએ જણાવ્યુ હતુ કે મહત્તમ કિસ્સામાં માતા-પિતાનું ભણતર પ્રત્યેનું સપનું પૂરૂ કરવા માટે બાળકોને વાલીઓ પ્રોત્સાહિત કરતા હોય છે. ત્યારે મારા કિસ્સામાં દિકરીના સતત પ્રોત્સાહનથી તેમજ પરિક્ષામાં બેસવાલાયક જ્ઞાન દિકરી ફેમિદાએ જ આપ્યુ હતુ.

Related posts

સિદ્ધપુરનાં વેપારીની ક્રુર હત્યા

aapnugujarat

अहमदाबाद शहर में रात की सफाई सिर्फ कागज पर दिखी

aapnugujarat

ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અઘ્યક્ષતામાં વિરમગામ વિધાનસભાની સમીક્ષા બેઠક યોજાઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1